જામનગર શહેર-જિલ્લામાં જુગાર રમતી પાંચ મહિલા સહિત 19 શખ્સની ધરપકડ
Jamnagar Gambling Crime : જામનગર શહેર-જિલ્લામાં પાંચ જગ્યાએ પોલીસે જુગાર અંગેના દરોડા પાડી પાંચ મહિલા સહિત 19 શખ્સને ઝડપી લઈ રૂપિયા 93 હજારની મતા કબ્જે કરી આગળની કાર્યવાહી આરંભી હતી.
પ્રથમ દરોડાની પ્રાપ્ત વિગત મુજબ જામનગરના લાખાબાવળ ગામે રેલવે સ્ટેશનની સામે જાહેરમાં ગંજીપતાના પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમતાં નિકુલસિંહ કલુભા ચાવડા, પંકજ ખીમજીભાઈ સોનગરા, મધુબેન બિપીનભાઈ રાવળ, ગીતાબા દિલીપસિંહ જાડેજા, શાંતુબેન પ્રકાશભાઈ પરમાર, ચંદ્રીકાબેન અનિલભાઈ ગૌસ્વામી, ગીતાબેન પ્રકાશભાઈ દરજી નામની પાંચ મહિલા સહિત સાત શખ્સને પંચ બી.પોલીસે ઝડપી લઈ સ્થળ પરથી રૂા.59,800ની મતા કબ્જે કરી હતી.
બીજો દરોડામાં કાલાવડમાં બસ સ્ટેન્ડ પાછળ જાહેરમાં ગંજીપતાના પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમતા ઈમરાન હબીબભાઈ મલેક, તૌફિક સત્તારભાઈ પતાણી, નવાઝ આરબભાઈ સોરા અને અનિષ ઈબ્રાહિમ સોરા નામના ચાર શખ્સને સ્થાનિક પોલીસે રૂા.6950ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજા દરોડામાં કાલાવડના મોટા વડાળા ગામે મફતિયાપરા વિસ્તારમાં જાહેરમાં ગંજીપતાના પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમતાં શબ્બીર ઈરફાનભાઈ મોગલ, અસલમ શકુરભાઈ, મીલન ભરતભાઈ ગોંડલિયા અને બોદુશા સતારશા નામના ચાર શખ્સને સ્થાનિક પોલીસે રૂા.6400ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.
ચોથા દરોડામાં જામનગરમાં મારવાડાવાસની સામે જાહેરમાં ગંજીપતાના પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમતા ધનુ બીગુદાસ ગુપ્તા, આનંદકુમાર રાજકુમાર સિંઘ, શિવમકુમાર વિદ્યાશંકર વાળંદ અને આશિષ દિલીપભાઈ મહેતા નામના ચાર શખ્સને સિટી એ પોલીસે રૂા.10,200ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.
પાંચમા દરોડામાં મારવાડાવાસમાં જ અન્ય એક જગ્યાએ પોલીસે દરોડો પાડી રોન પોલીસ નામનો જુગાર રમતા રાઘવેન્દ્ર અજુદી, ઓમકાર ગૌકાલ યાદવ, રાજેન્દ્ર મોહનલાલ દુબે અને હરેરામ સત્યદેવશા શાહુ નામના ચાર શખ્સને રૂા. 10,360ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.