જામનગર શહેર જિલ્લામાં જુગારના 6 દરોડામાં 17 પત્તાપ્રેમીની ધરપકડ
Image Source: Freepik
જામનગર શહેર તેમજ જિલ્લાના કાલાવડ લાલપુર અન જામજોધપુરમાં પોલીસે જુદા જુદા સ્થળો પર જુગાર અંગેના 6 દરોડા પાડયા હતા. જેમાં કુલ 17 શખ્સોની અટકાયત કરી તેઓ પાસેથી 15 હજાર ઉપરાંતની રોકડ કબ્જે કરી હતી.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રીંઝપર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં સ્થળ પર જુગાર રમી રહેલ અજય નાથાભાઈ વશરા, મુકેશ ભીખાભાઈ પીંડારિયા, મેરામણભાઈ મુરૂભાઈ વશરા, મુકેશભાઈ દાનાભાઈ મહિડા તથા ભીખાભાઈ અશોકભાઈ વશરા સહિત પાંચ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. 10,150 કબ્જે કર્યા હતા.
આ ઉપરાંત કાલાવડ ખાતે ટોડા સોસાયટીમાં જાહેરમાં જુગાર રમી રહેલા મંગાભાઈ લાખાભાઈ ચંદ્રપાલ, સોમાભાઈ અમરાભાઈ ચંદ્રપાલ, વાલજીભાઈ મેઘાભાઈ ખાખરિયા, રામજીભાઈ ચંદુભાઈ ચંદ્રપાલ અને અજયભાઈ ખીમાભાઈ ખાખરિયા સહિત પાંચ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. 1230 કબ્જે કર્યા હતા.
આ ઉપરાંત જામનગરમાં શાક માર્કેટ વિસ્તારમાં જાહેરમાં ચલણી નોટો પર એકી–બેકીનો જુગાર રમી રહેલા બીરજુભાઈ રાજુભાઈ ડાભી અને આસિફ ઈશાકભાઈ દલ નામના બે શખ્સોની રોકડ રૂપિયા 870 સાથે ધરપકડ કરી હતી. જ્યારે જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામે જાહેરમાં વર્લી મટકાના આંકડા લેતો ધર્મેશ જેશાભાઈ કારેણા નામના શખ્સની અટકાયત કરી તેની પાસેથી રોકડ રૂપિયા 720 કબ્જે કર્યા હતા.
જ્યારે લાલપુર તાલુકાના ભણગોર ગામે રહેતો હિતેષ સુભાષભાઈ માણાવદરિયા નામનો શખ્સ જાહેરમાં વર્લી મટકા નામનો જુગાર રમાડતો હોય જેને પોલીસે ઝડપી લઈ તેમના પાસેથી રોકડ રૂા. 600 કબ્જે કર્યા હતા. આ ઉપરાંત જામનગરમાં અંધાશ્રમ પાસે બોમ્બે દવાબજાર પાસે જાહેરમાં ચલણી નોટો પર એકી–બેકીનો જુગાર રમી રહેલ જિતુભા ઈન્દ્રજિત ગોહિલ અને અવિનાશ તુલારામ જમોરિયા નામના બે શખ્સની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂા. 2260 કબ્જે કર્યા છે.