લાલપુરના મોટી રાફુદડ ગામની વાડીમાં સંતાડવામાં આવેલા ઇંગલિશ દારૂ પર પોલીસનો દરોડો : 166 દારૂની બોટલ જપ્ત
image : Freepik
Jamnagar Liqour Crime : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામમાં આવેલી એક વાડીમાં અનવર ઉર્ફે અનિયો અબ્દુલભાઈ બેગ તેમજ માલાભાઇ ઉર્ફે માલદે હીરાભાઈ પંડત ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહ્યા છે, તેવી બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન ઉપરોક્ત વાડીમાં બોલેરો પિકપ વાનની અંદરથી ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
આથી પોલીસે વાડીમાંથી 166 નંગ ઈંગ્લીશ દારૂની બોટલનો જથ્થો, બે નંગ મોબાઈલ ફોન, સહિત રૂપિયા 5,76,400 ની માલમતા કબજે કરી લીધી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત બંને શખ્સોએ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ભરતભાઈ કાઠી નામના શખ્સ પાસેથી ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો આયાત કર્યો હોવાનું કબુલ્યું હતું જેથી ભરત કાઢીને ફરાર જાહેર કરી તપાસ તપાસનો દોર ચોટીલા તરફ લંબાવાયો છે.