દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં હાજરી આપવા જામનગર થી 150 એસટી બસો દોડશે

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News

દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં હાજરી આપવા જામનગર થી 150 એસટી બસો દોડશે 1 - image

જામનગર,તા.24 ફેબ્રુઆરી 2024,શનિવાર

દેવભૂમિ દ્વારકામાં દ્વારકા ઓખા વચ્ચે નિર્માણ પામેલા સુદર્શન બ્રીજના લોકાર્પણ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરનું રાત્રે રોકાણ કર્યા પછી આવતીકાલે દ્વારકા પહોંચશે, જ્યાં દ્વારકા દર્શન, પાદુકા પૂજન, અને સુદર્શન બ્રિજના લોકાર્પણ બાદ જાહેર સભા યોજાવાની છે, જેમાં હાજરી આપવા માટે જામનગર શહેર-જિલ્લામાંથી અનેક ભાજપના કાર્યકરો તેમજ મોદી સમર્થકો હાજરી આપવા પહોંચશે.

 જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 150 થી વધુ એસટી બસો ફાળવવામાં આવી છે. સવારે 7.00 વાગ્યાના અરસામાં શહેરમાંથી તમામ 150 એસટી બસ દેવભૂમિ દ્વારકા જવા માટે ઉપડશે, અને ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાના કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી રાત્રિના સમયે તમામ લોકો પરત ફરશે. તેઓ માટે ભોજન સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

 આ ઉપરાંત જામનગર શહેરને બાદ કરતાં સમગ્ર જિલ્લામાં અન્ય તાલુકા મથકોએથી પણ 50 થી વધુ એસટી બસો દ્વારકા જવા માટે રવાના થશે, અને તે અંગેની પણ તંત્ર દ્વારા સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


Google NewsGoogle News