જામનગર અને લાલપુરમાં જુગારના બે દરોડામાં 13 જુગારીઓ ઝડપાયા
Jamnagar Gambling News : જામનગર તેમજ લાલપુરમાં પોલીસે જુગાર અંગેના બે દરોડા પાડી 13 શખ્સોને ઝડપી લીધા હતા, અને તેઓ પાસેથી રોકડ રૂપિયા 25,490 સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ વિમલ પાર્ક સોસાયટીમાં જાહેરમાં ગંજીપના વડે જુગાર રમી રહેલ કમલેશ રણછોડભાઈ પરમાર, અક્ષય શંકરભાઈ સોલંકી, કિશોર મેરામણભાઈ સોલંકી, સંદીપ કિશનભાઈ વાઘેલા, રાકેશ રણછોડભાઈ પરમાર, વિજય નવિનભાઈ ચાવડા અને હરેશ મંગાભાઈ સોલંકી નામના સાત શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રૂા.15,290ની રોકડ રકમ કબ્જે કરી હતી.
આ ઉપરાંત લાલપુર ખાતે રેલવે સ્ટેશન રોડ પર આવેલ હીરાના કારખાનાની બાજુમાં ગંજીપના વડે જુગાર રમી રહેલ સાગર કેશુભાઈ સોલંકી, સંજય રામજીભાઈ રાઠોડ, જગદીશ સુકાભાઈ રાબડિયા, કિરીટ ધીરૂભાઈ, જયેશ રામજીભાઈ રાઠોડ અને મોતીભાઈ લખમણભાઈ રાબડિયા સહિત છ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.10,200 કબ્જે કર્યા હતા.