Get The App

ટેમ્પો પલટી જતાં જામનગરના પરિવારના 12 સભ્યો ઘાયલ

Updated: Mar 27th, 2022


Google NewsGoogle News
ટેમ્પો પલટી જતાં જામનગરના પરિવારના 12 સભ્યો ઘાયલ 1 - image


ફલ્લા ગામ પાસેની ગોળાઈએ અકસ્માત સણોસરા ગામ પાસે આવેલા મોમાઈ માતાજીના મંદિરે માનતા પુરી કરવા જતા હતા ત્યારે બનાવ

જામનગર તા : જામનગરના એક ફરસાણના વેપારી પરિવારના મહિલા અને બાળકો સહીત ના ૧૨ સભ્યો આજે સવારે જામનગરથી ધ્રોળના સણોસરા નજીક માતાજીના મંદિરે માનતા પુરી કરવા જઈ રહ્યા હતા. ફલ્લા પાસે માર્ગમાં એકાએક ટેમ્પો પલટી ખાઈ ગયો હતો અને તમામ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી. જેઓને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે પૈકી બે વ્યક્તિની વધુ ઈજા થઈ છે. 

જામનગરના સુરેશ ફરસાણ માર્ટ નામના વેપારીના પરીવારના 12થી વધુ સભ્યો આજે સવારે એક ટેમ્પોમાં બેસીને જામનગર થી સણોસરા ગામ પાસે આવેલા મોમાઈ માતાના કુળદેવીના મંદિરે માનતા પૂરી કરવા માટે દર્શનાર્થે જઈ રહ્યા હતા. જેમાં ગોંડલીયા પરિવારના ત્રણ બાળકો, પાંચ મહિલાઓ અને ચાર પુરૂષ સભ્યો બેઠા હતા. તે દરમિયાન ટેમ્પો ફલ્લા ગામ નજીક પહોંચતાં ગોલાઇમાં એકાએક પલટી મારી ગયો હતો.

જેથી ટેમ્પોમાં બેઠેલા જામનગરના પરીવારના તમામ સભ્યોને નાની-મોટી ઇજા થઇ હતી. આ અકસ્માતની જાણ થવાથી સૌપ્રથમ 108ની ટુકડી ઇજાગ્રસ્તોને ધ્રોલની સરકારી હોસ્પિટલ અને ત્યાર પછી વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલે પહોંચાડયા હતા.  ત્રણ બાળકો, પાંચ મહિલા અને ચાર પુરૂષોને તમામને પ્રાથમિક સારવાર અપાઈ હતી. જેમાં ગૌરવભાઈ ગોંડલીયા તથા દિવ્યાબેન ગોંડલીયા બંનેને વધુ ઈજા થઇ છે અને તેઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.


Google NewsGoogle News