જામનગર શહેર અને લાલપુરમાં જુગારના બે દરોડામાં 11 શખ્સોની ધરપકડ

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
જામનગર શહેર અને લાલપુરમાં જુગારના બે દરોડામાં 11 શખ્સોની ધરપકડ 1 - image


Jamnagar Gambling Crime : જામનગર તેમજ લાલપુરમાં ગઈકાલે પોલીસે જુગારના જુદા જુદા બે દરોડા પાડી 11 શખ્સોને ઝડપી લીધા હતા. અને તેઓ પાસેથી 25 હજારની રોકડ રકમ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં આવેલ ગણેશવાસમાં જાહેરમાં જુગાર રમાતો હોય તેવી બાતમી પોલીસને મળી હતી. આથી ઉદ્યોગનગર પોલીસ ચોકીનો સ્ટાફ ઘટનાસ્થળે જઈ દરોડો પાડયો હતો. જ્યાં ગંજીપાના વડે જુગાર રમી રહેલ આકાશ મહેશભાઈ વાઘેલા, ધર્મેશ કમલભાઈ વાઘેલા, તેજસ નિતિશભાઈ વશિયાર, સાદીક કાસમભાઈ શેખ અને જાવિદ બશીરભાઈ બલોચ નામના પાંચ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂ.10,480 કબ્જે કર્યા હતા.

આ ઉપરાંત લાલપુર તાલુકાના બાધકા ગામે પાદરમાં ગંજીપના વડે રોનપોલીસનો જુગાર રમી રહેલ હિતેષ લાધાભાઈ કથિરિયા, ઈરફાન હારૂનભાઈ સંધી, સાહિદ હુશેનભાઈ સંધી, જાદાભાઈ રાજાભાઈ ખાટરિયા, અલ્તાફ આમનભાઈ નાઈ અને હસમુખ રવજીભાઈ દેસાઈ સહિત કુલ છ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂ.14,200 કબ્જે કર્યા હતાં.


Google NewsGoogle News