જામનગર શહેર અને જિલ્લામાં જુગારના વધુ 11 દરોડા : પાંચ મહિલા સહિત 41 ઝડપાયા, 98 હજારની રોકડ કબ્જે

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
જામનગર શહેર અને જિલ્લામાં જુગારના વધુ 11 દરોડા : પાંચ મહિલા સહિત 41 ઝડપાયા, 98 હજારની રોકડ કબ્જે 1 - image


Jamnagar Gambling Crime : જામનગર શહેર તેમજ જિલ્લામાં શ્રાવણીયો જુગાર પુરબહારમાં ખીલી ઉઠયો છે. ત્યારે પોલીસે શહેર તેમજ જિલ્લામાં વિવિધ સ્થળોએ જુદા જુદા અગિયાર સ્થળોએ દરોડાઓ પાડયા હતાં. જેમાં પાંચ મહિલાઓ સહિત 41 જુગારીઓને ઝડપી લઈ તેઓ પાસેથી 98 હજારની રોકડ રકમ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.

જામનગરમાં નવાગામ ઘેડમાં મધુરમ્ રેસિડેન્સી વિસ્તારમાં તીનપતી નામનો જુગાર રમી રહેલ વિશાલ હસમુખભાઈ પીઠડિયા, રવિ કિશોરભાઈ પીઠડિયા, વિમલબેન શિવરાજસિંહ ખાચર, સરલાબેન નરેશભાઈ વાણિયા, ગોમતીબેન ગુરમુખદાસ લાલવાણી, મોતીબેન કાનાભાઈ ચાવડા અને જીવતીબેન રાજાભાઈ બાબરિયા સહિત સાતને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂપિયા 14,270 કબ્જે કર્યા છે. તેમજ જામનગરમાં કાલાવડના નાકા બહાર મોટા પીરના ચોકમાં તીનપતી નામનો જુગાર રમી રહેલ ગની ઇસ્માઈલ પટાશ અને ઈમ્તીયાઝ મહમદ હમીરકા નામના બે શખ્સને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.10,200 કબ્જે કર્યા છે.

આ ઉપરાંત ધ્રોલ તાલુકાના લાલુકપરા ગામે નીરૂભાઈ માલકિયાના મકાનવાળી શેરીમાં જાહેરમાં ગંજીપના વડે જુગાર રમી રહેલ વિજય મેરૂભાઈ માલકિયા, નવધરભાઈ મેરાભાઈ ભુંડિયા, સુરેશ હરજીભાઈ, પીન્ટુભાઈ જીવણભાઈ કોળી, અભય રમણીકભાઈ માલકિયા, સંજય ઓધવજી સરવૈયા અને રવિ જીવણભાઈ દંતેસરીયા નામના સાત શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂપિયા 4460 કબ્જે કર્યા છે.

જ્યારે નાની ખાવડીમાં ગૌશાળા પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમી રહેલ જીતેશ માણેકચંદ નગરિયા, સુનિલ છગનલાલ, કિશોર છગનલાલ ગુઢકા, જોગીદાન રાજુભાઈ હાજાણી, સુજલ વિનોદભાઈ ગોસરાણી, જીકાભાઈ સુભાષભાઈ ગોસરાણી અને વિનોદ ડાયાભાઈ સુરડિયા નામના સાત શખ્સોને રૂા.13,850ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.

તેમજ જામજોધપુર તાલુકાના શેઠવડાળા નજીકના ગોરખડી ગામે પાદરમાં રોન પોલીસનો જુગાર રમી રહેલ રાયદે રામજીભાઈ પરમાર, જીતેશ સવજીભાઈ સાંગેચા, ભીખાભાઈ રામજીભાઈ પરમાર અને રાયશી જીવાભાઈ પરમાર નામના ચાર શખ્સોને રૂા.4980 સાથે ઝડપી લીધાં હતા. આ ઉપરાંત ધ્રાફા નજીકના આંબરડી ગામે તીનપતી નામનો જુગાર રમી રહેલ દેવસુર સોમાભાઈ ડાંગર, વીજય સોલંકી, જુગલ લખમણભાઈ હુણ, પ્રદીપ કરશનભાઈ રાજાણી, રવિરાજસિંહ પ્રવીણસિંહ જાડેજા અને અશરફ ઈસાભાઈ હાલેપૌત્રા નામના 6 શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.13,630 કબ્જે કર્યા હતા.

જ્યારે ધ્રોલ નજીકના માણેકપર ચોકડી પાસે તળાવની બાજુમાં જાહેરમાં ગંજીપના વડે જુગાર રમી રહેલ ભીખાભાઈ નાજાભાઈ ગમારા, ભરતભાઈ હરજીભાઈ ગમારા, ભૂપત ભુંડિયા, વીરમ કારાભાઈ ભુંડિયા, સતીષ માંડાભાઈ ચાવડિયા અને વાલા દેવાભાઈ ભુંડિયા નામના શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.10,400 કબ્જે કર્યા હતા.   

આ ઉપરાંત શેઠવડાળા ગામે જાહેરમાં તીનપતી નામનો જુગાર રમી રહેલ રેનિશ જગદિશભાઈ વાઘેલા, વિનોદ લાલજીભાઈ ચાવડા, રમણિક નાથાભાઈ ચાવડા અને રમેશ પાલાભાઈ રાઠોડ નામના ચાર શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.1190 કબ્જે કર્યા હતા. 

તેમજ મેઘપર નજીકના સિંગચ ગામે જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમી રહેલ ખીમાભાઈ સિદાભાઈ રૈયા, પ્રવીણ મેઘાભાઈ રૈયા, પુનાભાઈ ભુરાભાઈ રાઠોડ, રાજુ ધનજીભાઈ જોડ, ગોવિંદભાઈ સોમાભાઈ રાઠોડ અને સામતભાઈ કારાભાઈ લાખિયા નામના 6 શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રૂા.17,340ની રકમ કબ્જે કરી હતી.

જ્યારે જામનગરમાં જાગૃતિનગર મેઈન રોડના ખૂણે ગંજીપના વડે જુગાર રમી રહેલ ગોપાલ ડાયાભાઈ ભાટી, ગોપાલ મંગાભાઈ ચૌહાણ અને રમેશ કાનજીભાઈ ડાભી નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.3020 કબ્જે કર્યા છે.

આ ઉપરાંત જામનગર તાલુકાના ગોરધનપર ગામે પેટ્રોલ પંપની પાછળ ગંજીપના વડે જુગાર રમી રહેલ રાહુલ ધરમશીભાઈ પરમાર, રવિ મહેન્દ્રભાઈ પરમાર, ભાવેશ સુનિલભાઈ મકવાણા, શૈલેષ સોમાભાઈ પરમાર, પ્રફૂલ્લ દિનેશભાઈ રાઠોડ નામના પાંચ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂપિયા 2940ની રોકડ કબ્જે કરી હતી. આ દરોડામાં અરૂણ રાજુભાઈ પરમાર નામનો શખ્સ નાશી ગયો હતો.


Google NewsGoogle News