જામનગરમાં જામ્યુકો દ્વારા ડોર ટુ ડોર સર્વેમાં તાવના 107 કેસ નોંધાયા

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
જામનગરમાં જામ્યુકો દ્વારા ડોર ટુ ડોર સર્વેમાં તાવના 107 કેસ નોંધાયા 1 - image

image : Freepik

Jamnagar News : જામનગરમાં કોલેરા સહિતના રોગચાળાના કારણે બીમારીનું પ્રમાણ વધ્યું છે. આથી મહાનગર પાલિકા દ્વારા સતત આરોગ્ય વિષયક કામગીરી કરવામાં આવી રહી છે. ઘરે ઘરે થતા સર્વેક્ષણમાં આજે તાવના 107 કેસ નોંધાયા  હતા.

આરોગ્ય કેન્દ્ર મેડીકલ ટીમ દ્વારા વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કરવામાં આવેલ છે તેમાં પાંચ મેડીકલ ટીમ દ્વારા ગઇકાલે 284 ઘરોમાં 1298 ની વસ્તીની મુલાકાત કરવામાં આવી હતી. અને 45 ઓ.આર.એસ. પેકેટનું વિતરણ, 17740 ક્લોરીન ટેબલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આજે કુલ 13 લાઈન લીકેજની મરામત કરવામાં આવી હતી. સોલીડ વેસ્ટ શાખા દ્વારા 3375 કિલો જંતુનાશક દવાના પાઉડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

જામનગર શહેરમાં મચ્છરજન્યરોગો જેવા કે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકુનગુનિયાના કેસોને નિયંત્રણમાં રાખી શકાય તથા મચ્છરની ઉત્પતિની નિયંત્રિત કરી શકાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમાં આજે આરોગ્ય કેન્દ્રની 37 સુપરવાયઝર, 192 સર્વેલન્સ ટીમ, દ્વારા 53630ની વસ્તી અને 12645 ઘર તથા 72061 પાણીના પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમ્યાન ઉપરોક્ત ઘરોમાંથી સામન્ય તાવના 107 કેસ મળ્યા હતા. જેમને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. ઉપરોક્ત ઘરોમાંથી 254 ઘરોમાં 259 પાણીના પાત્રોમાં મચ્છરનાં પોરા જોવા મળ્યા હતા. પાણીના પાત્રોમાંથી મચ્છરની ઉત્પતિ અટકાવી શકાય તે માટે 8370પાત્રોમાં એબેટ નામની દવા નાખવામાં આવી હતી. તથા 273 પાત્રોમાંથી પાણી ખાલી કરાવાયું હતું. શહેરમાં જોવા મળેલ પાણી ભરાયેલ 27 જેટલા સ્થળોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News