જામનગરના શિવનગર વિસ્તારમાં રહેતો 10 વર્ષનો બાળક વીજ આંચકાથી દાજી ગયા પછી સારવાર દરમિયાન દમ તોડ્યો

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
જામનગરના શિવનગર વિસ્તારમાં રહેતો 10 વર્ષનો બાળક વીજ આંચકાથી દાજી ગયા પછી સારવાર દરમિયાન દમ તોડ્યો 1 - image


જામનગર, તા. 17 માર્ચ 2024, રવિવાર

જામનગરમાં ગોકુલ નગર નજીક શિવનગર શેરી નંબર 8માં રહેતો 10 વર્ષનો બાળક પખવાડિયા પહેલાં પોતાના ઘેર ઈલેક્ટ્રીક થાંભલા માં વિજવાયરને અડી જતાં વીજ આંચકો લાગ્યો હતો, અને સારવાર માટે જામનગર અને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો હતો, જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર નજીક શિવનગર શેરી નંબર આઠમાં રહેતા રામજીભાઈ હલદરભાઈ રાય નામના પરપ્રાંતિય શ્રમિકનો 10 વર્ષનો પુત્ર મનીષ કે જે ગત 3.3.2024ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરની અગાસી પર રમતો હતો, જે દરમિયાન તેને ઇલેક્ટ્રિક લાઈન માંથી વીજ આંચકો લાગ્યો હતો, અને ગંભીર સ્વરૂપે દાજી ગયો હતો. જેથી તેને સૌ પ્રથમ જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જયાં તેની તબિયત લથડતાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવ અંગે મૃતક ના પિતા રામજીભાઈ હલદરભાઈએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન. બી. સદાદીયાએ મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News