Get The App

લાલપુર અને દરેડમાં જુગારના બે દરોડામાં સાત મહિલા સહિત 10 ઝડપાયા

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
લાલપુર અને દરેડમાં જુગારના બે દરોડામાં સાત મહિલા સહિત 10 ઝડપાયા 1 - image


Jamnagar Gambling Crime : લાલપુરમાં જુગાર રમતી સાત મહિલા અને દરેડમાંથી ત્રણ પુરૂષની રૂપિયા 18 હજાર ઉપરાંતની રોકડ રકમ સાથે પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ લાલપુરમાં સાંદીપનિ સ્કૂલ સામે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતી જોશનાબેન હસમુખભાઈ ધ્રાંગુ, હંસાબેન રાહુલભાઈ નંદાણિયા, વાલીબેન ખીમાભાઈ બંધિયા, પુરીબેન નાથાભાઈ કરંગિયા, હીરાબેન હીરાભાઈ ભરડવા અને નાથીબેન ભોજાભાઈ મોરી નામની સાત મહિલાને લાલપુર પોલીસે રૂા.8430ની રોકડ રકમ સાથે ઝડપી લીધી હતી.

જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં શિવ સર્કલ પાસે, જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતાં અદાભાઈ સોમજીભાઈ અમલિયાર, કૈલાસ જહરૂનભાઈ મેહડ, મુકેશ ગણપતભાઈ બધેલ નામના ત્રણેય શખ્સની પંચ બી પોલીસે રૂપિયા 10,280ની રોકડ સાથે ધરપકડ કરી હતી.


Google NewsGoogle News