જામનગર અને મોટી ખાવડીમાં જુગારના બે દરોડામાં ચાર મહિલા સહિત 10 ઝડપાયા

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
જામનગર અને મોટી ખાવડીમાં જુગારના બે દરોડામાં ચાર મહિલા સહિત 10 ઝડપાયા 1 - image


Jamnagar Gambling News : જામનગર તેમજ મોટી ખાવડી ખાતે પોલીસે જુદા જુદા જુગાર અંગેના બે દરોડા પાડયા હતા. જેમાં ચાર મહિલા સહિત 10 શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂપિયા 36,810 સહિત કુલ રૂા.46,910નો મુદામાલ કબ્જે કરાયો હતો.

જામનગરના ખોડિયાર કોલોની, નીલકમલ મેઈન રોડ પર આવેલ ભગવતી જવેલર્સની બાજુમાં શેરી નંબર પાંચમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જયાં તીનપતી નામનો જુગાર રમી રહેલ નયનાબેન બાબુલાલ રાઠોડ, મનિષાબેન જયેશભાઈ ગોપિયાણી, અલ્પાબેન ચેતનભાઈ વ્યાસ, તૃપ્તિબેન નિલેશભાઈ વાસુ, આનંદ અમૃતલાલ વાસુ, સચિન કિશનભાઈ બારોટ નામના 6 વ્યકિતની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂા.18,100 સહિત કુલ રૂપિયા 28,100નો મુદામાલ કબ્જે કર્યો હતો.

આ ઉપરાંત બીજો દરોડો મોટી ખાવડી ગામે નાગાર્જુન પેટ્રોલ પંપ પાછળ છગનભાઈ રામાભાઈ ડાંગર નામના શખ્સની ઓરડીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં જુગાર રમી રહેલ છગન રામાભાઈ ડાંગર, ગૌરવ સુભાષભાઈ મહેરા, મેહુલ શામગર ગોસાઈ અને ચેતન જેન્તીભાઈ ગોસાઈ સહિત ચાર શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.18,810 કબ્જે કર્યા હતા.


Google NewsGoogle News