જામજોધપુરના વાંસજાળિયા ગામે રહેણાંક મકાનમાં ચાલતી મીની કલબ પર પોલીસનો દરોડો , એક મહિલા સહિત 10 ઝડપાયા

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
જામજોધપુરના વાંસજાળિયા ગામે રહેણાંક મકાનમાં ચાલતી મીની કલબ પર પોલીસનો દરોડો , એક મહિલા સહિત 10 ઝડપાયા 1 - image


Jamnagar Gambling Crime : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામે રહેતો એક શખ્સ પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસોને બોલાવી જુગાર રમાડતો હોય તેવી બાતમી પોલીસને મળી હતી. આથી સ્થળ પર જઈ દરોડો પાડયો હતો. જયાં ગંજીપાના વડે જુગાર રમી રહેલ એક મહિલા સહિત દશ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂપિયા તેમજ અન્ય માલમતા સહિત કુલ રૂપિયા 2,46,000નો મુદામાલ કબ્જે કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામે રહેતો પરેશભાઈ ભગવાનજીભાઈ પરેચા નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોય તેવી બાતમી પોલીસને મળી હતી. આથી સ્થાનિક પોલીસે સ્થળ પર જઈ દરોડો પાડયો હતો. જ્યાં મકાનમાલિક પરેશ ભગવાનજીભાઈ પરેચા, અમિત રમેશભાઈ ડાભી, રણજિત દુદાભાઈ ઓડેદરા, રાજુભાઈ ભીખુભાઈ મોઢવાડિયા, કેશુભાઈ વજશીભાઈ, અજાભાઈ જીવાભાઈ મોરી, રાજુભાઈ રામાભાઈ મોઢવાડિયા, અજીમ અદરૂદીન મુલાણી, નાગાજણભાઈ ભીમાભાઈ ઓડેદરા તેમજ અલ્પાબેન સંજયભાઈ ચાવડા નામની એક મહિલા સહિત કુલ 10 શખ્સોને ઝડપી લીધા હતા અને તેઓ પાસેથી રોકડ રૂપિયા 64,500 તેમજ 12 મોબાઈલ, એક મોટરકાર, એક મોટર સાયકલ સહિત કુલ રૂા.2,46,000નો મુદામાલ કબ્જે કરી તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



Google NewsGoogle News