જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના બે ડીફોલ્ટર સભાસદોને 1 વર્ષની જેલની સજા

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના બે ડીફોલ્ટર સભાસદોને 1 વર્ષની જેલની સજા 1 - image

image : Freepik

Jamnagar Cheque Bounce Case : જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ કલ્પેશ વસંત લીંબાસીયા અને અજય કિર્તીભાઈ સોલંકીએ સોસાયટીમાંથી લોન લીધેલી હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીઓએ ચેકો આપેલા હતા, જે બંને ચેકો રીટર્ન થવાથી સોસાયટીના વકીલ દ્વારા બન્ને સભાસદ સામે જામનગરની અદાલતમાં ચેક રિટર્ન અંગે ફરિયાદ નોંધાવાઈ હતી.

 આ કેસ આગળ ચાલતાં સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, ફરીયાદી પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈને બન્ને આરોપીઓને તકસીરવાન ઠરાવવામાં આવેલા હતા, અને બંને આરોપીઓને 1-1 વર્ષની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકોની રકમ અનુક્રમે રૂ.2,49,238 અને 2,12,279 નો દંડ ફટકાર્યો હતો.


Google NewsGoogle News