જામનગરની વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીમાંથી લીધેલી લોન પરત નહીં કરનારને 1 વર્ષની કેદની સજા

Updated: May 8th, 2024


Google NewsGoogle News
જામનગરની વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીમાંથી લીધેલી લોન પરત નહીં કરનારને 1 વર્ષની કેદની સજા 1 - image


Jamnagar Court News : જામનગરના જાણીતા વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ અને ઠેબા ગામમા વસવાટ કરતા ગોવિંદભાઈ જીવાભાઈ ઝાપડાએ સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપ્યો હતો જે ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયો હોવાથી તેની સામે નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ-138 અન્વયે કોર્ટ સમક્ષ ફરીયાદ નોંધાવી હતી. 

આ કેસ આગળ ચાલતાં સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, ફરીયાદી પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈને આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતો અને આરોપીને 1 વર્ષની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ રૂ.2,18,851નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News