જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના ડીફોલ્ટર સભાસદને 1 વર્ષની જેલ સજા
image : Freepik
Jamnagar News : જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ મેહુલ ભરતભાઈ પંડ્યાએ સોસાયટીમાંથી લોન લીધેલી હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાંથી નાણાના અભાવે પરત ફર્યો હતો.
આ બનાવ અંગે સોસાયટીના વકીલ દ્વારા ડિફોલ્ટર સભાસદ સામે જામનગરની અદાલતમાં નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ-138 અન્વયે ફરીયાદ દાખલ કરી હતી.
જે કેસ ચાલી જતાં સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈને અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી 1 વર્ષની જેલની સજા તેમજ ચેકની રકમ રૂ.1,38,056 નો દંડ તેમજ આરોપીને જ્યુડીશીયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કરવામાં આવ્યો છે.