બનાસકાંઠાથી જામનગરમાં ઘુસાડવામાં આવેલો 1 કિલો 429 ગ્રામ ગાંજો કબજે કરાયો

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
બનાસકાંઠાથી જામનગરમાં ઘુસાડવામાં આવેલો 1 કિલો 429 ગ્રામ ગાંજો કબજે કરાયો 1 - image


Image: Freepik

જામનગર શહેરમાં નશા ના કારોબાર પર રોક લગાવવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ રહી છે, અને ગઈકાલે રાતે એસ.ઓ.જી. દ્વારા પાડેલા  સફળ દરોડામાં નશીલા પદાર્થ ગાંજા ના જથ્થા સાથે જામનગરના એક શખ્સને ઝડપી લીધો છે, જ્યારે તેને ગાંજો સપ્લાય કરનાર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ના રહેવાસી એક શખ્સને સપ્લાયર તરીકે ફરારી જાહેર કર્યો છે.

જામનગરની એસ.ઓ.જી. શાખાને  બાતમી મળી હતી કે જામનગરમાં પવનચક્કી નજીક હિંગળાજ ચોક મીલ વાળી ગલીમાં રહેતો જગદીશ મોહનભાઈ પરમાર તેમજ પવનસિંહ નામના બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ગામના શખ્સ દ્વારા ગાંજાનો જથ્થો જામનગર માં ઘુસાડવામા આવ્યો છે,

જે બાતમી ના આધારે ગઈકાલે રાત્રે દરોડો પાડી એસ.ઓ.જી ની ટુકડીએ  જગદીશ ને ઝડપી લીધો હતો,  અને તેની પાસેથી એક કિલો અને ૩૪૯ ગ્રામ ગાંજા નો જથ્થો કબજે કર્યો છે.

પોલીસ પૂછપરછ દરમિયાન તેને ઉપરોક્ત ગાંજો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના વતની એ સપ્લાય કCરર્યો હોવાનું કબૂલતાં તેને ફરારી જાહેર કરાયા છે. જેને પોલીસ શોધી રહી છે.


Google NewsGoogle News