Get The App

જામનગર એસીબીના હાથે લાંચ લેતાં ઝડપાયેલા શેખપાટ ગામના મહિલા સરપંચના પતિ અને ઉપસરપંચ એક દિવસના રિમાન્ડ પર

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News
જામનગર એસીબીના હાથે લાંચ લેતાં ઝડપાયેલા શેખપાટ ગામના મહિલા સરપંચના પતિ અને ઉપસરપંચ એક દિવસના રિમાન્ડ પર 1 - image

જામનગર,તા.11 ડિસેમ્બર 2023,સોમવાર

જામનગર તાલુકાના શેખપાટ ગામના મહિલા સરપંચના પતિ તેમજ ઉપસરપંચને રૂપિયા 60,000 ની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા પછી બંનેને અદાલત સમક્ષ રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર લેવાયા છે. તે બંનેના રહેણાક મકાનોની તલાસી લેવામાં આવી છે.

 જામનગર તાલુકાના શેખપાટ ગામના મહિલા સરપંચના પતિ મનસુખભાઈ નાથાભાઈ ચાવડા તેમજ ઉપસરપંચ રામજીભાઈ ભીમજીભાઈ કણજારીયા કે જે બંનેને જામનગર એ.સી.બી. ની ટીમે શનિવારે મોડી સાંજે લાલ બંગલા સર્કલ માંથી રૂપિયા 30 હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા હતા, જે બંનેની લાંચ રૂશ્વત ધારા હેઠળ ધરપકડ કરી લેવાયા પછી ગઈકાલે અદાલત સમગ્ર રજૂ કરવામાં આવ્યા હતા, અને બંનેને એક દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. જે રિમાન્ડ દરમિયાન આગળની તપાસ સુરેન્દ્રનગર એસીબીની ટીમ દ્વારા ચલાવવામાં આવી રહી છે, અને બન્નેના રહેણાંક મકાનો વગેરે સ્થળે તપાસણી કરવામાં આવી હતી. જોકે તેઓ પાસેથી વધુ કશું વાંધાજનક મળ્યું નથી.


Google NewsGoogle News