Get The App

દેશના લોકોનું પેટ ભરવા આ દેશની સરકારનું ડરામણું ફરમાન, 200 હાથીને મારી નાખવામાં આવશે

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
Zimbabwe to cull 200 elephants


Zimbabwe to cull 200 elephants: આફ્રિકાના અનેક દેશોમાં દુષ્કાળની ગંભીર સ્થિતિને પગલે ભોજનની ભારે અછત વર્તાઇ રહી છે. તેના લીધે સરકારોએ મજબૂરીમાં કપરાં નિર્ણયો લેવા પડી રહ્યા છે. ઝિમ્બાબ્વેની સરકારે તેના નાગરિકોનું પેટ ભરવા માટે 200 હાથીઓને મારી નાખવાનું ફરમાન જાહેર કર્યું છે. 

નામિબિયામાં પણ થયું હતું આવું

જોકે નામિબિયામાં ત્રણ અઠવાડિયા અગાઉ જ આવી જ એક યોજના હેઠળ 83 હાથીઓ સહિત 700 જંગલી પ્રાણીઓની હત્યા કરવામાં આવી રહી છે. ઝિમ્બાબ્વે નેશનલ પાર્ક્સ અને વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રવક્તા ટીનાશે ફારાવોએ જણાવ્યું હતું કે હાથીઓનો શિકાર કરવા માટે જરૂરિયાતમંદ સમુદાયોને પરમિટ આપવામાં આવશે. 

આ પણ વાંચો: વાવાઝોડાનું તાંડવ, પાડોશી દેશમાં 500થી વધુનાં મોત, 77 ગુમ, ભારતે મદદનો બીજો જથ્થો મોકલ્યો

તાપમાન વધવું પણ એક મોટું કારણ

તેમણે કહ્યું કે, જ્યાં તેમની વસ્તી વધી છે તેવા વિસ્તારોમાં હાથીઓનો શિકાર કરવામાં આવશે. તેના માટે હ્વાંગે નેશનલ પાર્કની પસંદગી થઇ શકે છે. જ્યાં ખોરાક અને પાણી માટે માનવ વસ્તી અને વન્યજીવો વચ્ચે સંઘર્ષ જોવા મળી રહ્યો છે. દેશમાં વધતા તાપમાનને કારણે સંસાધનોની વધુ અછત સર્જાઈ રહી છે. અધિકારીએ જણાવ્યું કે હ્વાંગે નેશનલ પાર્કમાં 45,000થી વધુ હાથીઓ છે. પરંતુ પાર્કમાં માત્ર 15,000 હાથીઓ રાખવાની જ ક્ષમતા છે. દેશભરની વાત કરીએ તો ઝિમ્બાબ્વેમાં એક લાખ હાથીઓ છે, જે રાષ્ટ્રીય ઉદ્યાનોની ક્ષમતા કરતા બમણા છે.

દેશના લોકોનું પેટ ભરવા આ દેશની સરકારનું ડરામણું ફરમાન, 200 હાથીને મારી નાખવામાં આવશે 2 - image


Google NewsGoogle News