Get The App

ઝેલેન્સ્કી કહે છે : રશિયાને અટકાવવા યુક્રેનના પ્રયત્નોમાં અમેરિકા યુક્રેનની પડખે ઉભું રહેશે

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
ઝેલેન્સ્કી કહે છે : રશિયાને અટકાવવા યુક્રેનના પ્રયત્નોમાં અમેરિકા યુક્રેનની પડખે ઉભું રહેશે 1 - image


- 'મુક્તિ શું કહેવાય તેની પુતિનને ખબર નથી' : ઝેલેન્સ્કી

- 'કોઈ આ દેશને શાંતિ દાનથી નહીં આપે : અમારે તેવી શાંતિ જોઈતી પણ નથી : રશિયા મુક્ત લોકોથી, મુક્તિથી ડરે છે'

કીવ : નવ વર્ષ નિમિત્તે રાષ્ટ્રજોગ કરેલા સંબોધનમાં યુક્રેનના પ્રમુખ વલોદોમીર ઝેલેન્સ્કી ખરેખરા મેદાને પડી ગયા હતા. બુધવારે નવ વર્ષ શરૂ થવાનું હોઈ નવ વર્ષની પૂર્વ સંધ્યાએ મંગળવારે રાત્રે કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં તેઓએ પડકાર સાથે કહ્યું હતું કે, કોઈ પણ આ દેશને શાંતિ દાનમાં નહીં આપે. આપણે તેવી શાંતિ જોઈતી પણ નથી. પરંતુ મને વિશ્વાસ છે કે, અમેરિકા, રશિયાને તેનું ૩૪ મહિનાનું આક્રમણ રોકવા, યુક્રેનની પડખે ઊભું જ રહેશે.

૨૧ મિનિટના આ વિડીયોમાં પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, યુક્રેન શાંતિ પ્રાપ્ત કરશે જ અને વિશ્વભરમાં આદર મેળવશે. મને વિશ્વાસ છે કે, અમેરિકાના નવા પ્રમુખ, પુતિનને આક્રમણ બંધ કરવા સમજાવી જ શકશે. તેઓ (ડોનાલ્ડ ટ્રમ્પ) જાણે જ છે કે, આક્રમણ બંધ ન થાય ત્યાં સુધી શાંતિ સ્થાપી ન શકાય. તેઓએ રશિયા ઉપર પણ પ્રહારો કરતાં કહ્યું, આજે તે તમારી સાથે હાથ મિલાવે છે, તો કાલે તે જ હાથ તમોને મારવા માટે ઉપડતો રહેશે.... રશિયા ઉપર યુદ્ધમાં કે મંત્રણામાં કશા ઉપર વિશ્વાસ કરી શકાય નહીં. આટલી હદ સુધી કહેવા ઉપરાંત ઝેલેન્સ્કીએ પુતિન ઉપર પણ પ્રહારો કરતાં કહ્યું, ''મુક્તિ શું કહેવાય તેની તે સરમુખત્યારને ખબર નથી'.

સમાપ્તમાં તેઓએ કહ્યું : 'આવી રહેલા આ વર્ષમાં રોજે રોજ મારે અને આપણે સર્વેએ લડવું જ પડશે. તે માટે યુક્રેને બળવાન બનવું પડશે. માત્ર બળવાન યુક્રેનનું જ સાંભળવામાં આવશે. તોજ યુક્રેને યુદ્ધ મેદાનમાં અને મંત્રણનાં મેજ પર કોઈ સાંભળશે. 'વીશ ઓલ ઓફ એ હેપ્પી ન્યુ યર' કહી યુક્રેન પ્રમુખે તેઓનું સંબોધન સંપન્ન કર્યું હતું.


Google NewsGoogle News