રશિયા સાથે યુદ્ધવિરામ નહીં કરે યુક્રેન: ટ્રમ્પ સાથે વિવાદ બાદ પણ ઝેલેન્સ્કી મક્કમ
Trump-Zelensky Clash : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી વચ્ચે ઉગ્ર બોલાચાલીની ઘટના સમગ્ર વિશ્વમાં ચર્ચાઈ રહી છે. ટ્રમ્પે કડક શબ્દોમાં ઝેલેન્સ્કી પર લાખો લોકોના જીવનને ખતરામાં નાખવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે, તેમના કારણે ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકતું હતું. આ ઘટના બાદ ઝેલેન્સ્કી મક્કમ થઈને કહ્યું છે કે, યુક્રેન રશિયા સાથે ક્યારે યુદ્ધવિરામ નહીં કરે.
યુક્રેન યુદ્ધવિરામ નહીં કરે : ઝેલેન્સ્કી
ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘અમારા માટે ટ્રમ્પનું સમર્થન મહત્ત્વનું છે. તેઓ યુદ્ધ ખતમ કરવા ઇચ્છે છે, પરંતુ અમારાથી વધુ કોઈપણ દેશ શાંતિ ઇચ્છતો નથી. અમે લોકો યુક્રેનમાં યુદ્ધ વચ્ચે જીવી રહ્યા છીએ. આ અમારી આઝાદી અને અસ્તિત્વની લડાઈ છે.’
યુક્રેનના રાષ્ટ્રપતિએ એક્સ પર લખ્યું છે કે, ‘રાષ્ટ્રપતિ રીગને એક વખત કહ્યું હતું કે, માત્ર યુદ્ધ જ શાંતિ સ્થાપવાની બાબત નથી. અમે ન્યાયપૂર્ણ અને કાયમી શાંતિ-સ્વતંત્રતા, ન્યાય અને તમામ લોકો માટે માનવાધિકાર ઇચ્છી રહ્યા છીએ. યુક્રેન પુતિન સાથે યુદ્ધવિરામ નહીં કરે. તેમણે છેલ્લા 10 વર્ષમાં 25 વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. વાસ્તવિતા એ છે કે, માત્ર શાંતિ જ એકમાત્ર સમાધાન છે.’
આ પણ વાંચો : સારું કહેવાય કે ઝેલેન્સ્કીને માર્યા નહીં: ટ્રમ્પના ગુસ્સા પર રશિયાનો કટાક્ષ
સુરક્ષાની ખાતરી વિના શાંતિ નહીં : ઝેલેન્સ્કી
તેમણે વધુમાં કહ્યું કે, ‘હું રશિયા મુદ્દે યુક્રેનની રણનીતિમાં ફેરફાર ન કરી શકું. વાસ્તવિકતા એ છે કે, રશિયા અમારું દુશ્મન છે, તેઓ અમને મારી રહ્યા છે, જેનો અમે સામનો કરી રહ્યા છે. યુક્રેન શાંતિ ઇચ્છે છે, પરંતુ આ ન્યાયપૂર્ણ અને કાયમી શાંતિ હોવી જોઈએ. આ માટે અમારે વાતચીત વખતે મજબૂત થવાની જરૂર છે. અમારી પાસે સુરક્ષાની ખાતરી હશે, અમારી સેના મજબૂત હશે અને અમારા સાથી મજબૂત હશે, ત્યારે જ શાંતિ સ્થપાઈ શકે છે.’
રશિયાએ અમારા ઘરોમાં ઘૂસીને લોકોને માર્યા
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘અમેરિકાના સમર્થન વગર શાંતિ સ્થાપવી મુશ્કેલ છે, પરંતુ અમે અમારી ઇચ્છા, અમારી સ્વતંત્રતા અથવા અમારા લોકોને ખોઈ ન શકીએ. રશિયા અમારા ઘરોમાં ઘૂસ્યો અને અનેક લોકોને મારી નાખ્યા. જો અમને નાટો દ્વારા સ્વીકારવામાં નહીં આવે તો અમને અમેરિકામાં અમારા સહયોગી પાસેથી સુરક્ષાની ગેરેન્ટીની જરૂર છે.’
આ પણ વાંચો : ઉત્તર કોરિયાએ પ્રવાસીઓ માટે દેશના દરવાજા ખોલ્યા, પણ જીવના જોખમે ત્યાં જશે કોણ?