Get The App

ઝેલેન્સ્કી 'વૃદ્ધ-માંદા' પુતિનને નવા ડ્રોન-મિસાઇલ્સની ચેતવણી આપે છે

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
ઝેલેન્સ્કી 'વૃદ્ધ-માંદા' પુતિનને નવા ડ્રોન-મિસાઇલ્સની ચેતવણી આપે છે 1 - image


બાયડેને ઝેલેન્સ્કીને ૧૨૫ મિલિયન ડોલરનાં શસ્ત્રોનું વચન આપ્યું છે ઝેલેન્સ્કી કહે છે શત્રુને હવે ખબર પડશે અમે કેવો બદલો લઈએ છીએ

કીવ: યુક્રેનના પ્રમુખ વોલોડોમીર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, 'તેનું નવું શસ્ત્ર પેલિયાનિસ્ટિયા' વધુ ઝડપી, વધુ પ્રબળ છે. જે હજી સુધી યુક્રેને રશિયા સામે વાપરેલાં સ્વનિર્મિત ડ્રોન્સ કરતાં વધુ શક્તિશાળી છે. અમારા સૈન્યે તેનું સફળ પરીક્ષણ કરી લીધું છે. જ્યારે અમેરિકાએ યુક્રેનને વધુ ૧૨૫ મિલિયન ડોલર્સની શસ્ત્ર સહાય કરવાની ખાતરી આપી છે. આ પછી જોરમાં આવી ગયેલા ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, તે 'માંદા-વૃદ્ધ' પુતિનને હવે ખબર પડશે કે યુક્રેન કેવો બદલો લઈ શકે તેમ છે.

યુક્રેનના ૩૩માં 'સ્વાતંત્ર્ય દિને' ઝેલેન્સ્કીએ પોતાનાં વિડીયો સંદેશામાં આ પ્રમાણે કહ્યું હતું.

તે સર્વવિદિત છે કે તા. ૨૪ ફેબુ્રઆરી ૨૦૨૨ના દિવસે રશિયાએ 'સ્પેશ્યલ મીલિટરી ઓપરેશન'ના નામે યુક્રેન ઉપર વ્યાપક હુમલો શરૂ કરી દીધો હતો.

તે સામે યુક્રેને પણ જબ્બર સામનો શરૂ કરી દીધો.

ગઈકાલે પત્રકારોને કરેલાં સંબોધનમાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, 'હવે અમારા શત્રુઓને ખબર પડશે કે યુક્રેન કેવા વળતા પ્રહારો કરી શકે છે.' તે વળતા પ્રહારો ખરેખરના બની રહેશે, તે એક સરખા હશે, અને લાંબા અંતર સુધી અમુક નિશાન પાડી શકે તે પ્રકારના હશે. તે માટે નવા પ્રકારનાં શસ્ત્રો, રશિયા ઉપર હુમલા કરવા વપરાશે.

જોકે આ શસ્ત્રો ક્યાં હશે તે વિષે તેઓએ કશું કહ્યું ન હતું.


Google NewsGoogle News