બાંગ્લાદેશ સરકારનો મોટો નિર્ણય, પાસપોર્ટ પર લખ્યું - ઈઝરાયલને છોડી દુનિયાના તમામ દેશો માટે માન્ય...'
Bangladesh Passport: ઈઝરાયલ વિરુદ્ધ બાંગ્લાદેશના રસ્તાઓ પર જોરદાર પ્રદર્શન થઈ રહ્યું છે. શનિવારે 10 લાખથી વધુ બાંગ્લાદેશી લોકો ગાઝાના સમર્થનમાં રેલીમાં સામેલ થયા હતા. આ લોકોએ ઈઝરાયલ સાથે સબંધિત પ્રોડક્ટ અને સંસ્થાઓનો બહિષ્કાર કરવાની પ્રતિજ્ઞા લીધી. ઢાકામાં 'માર્ચ ફોર ગાઝા'માં 10 લાખ લોકો બાંગ્લાદેશ અને પેલેસ્ટિનિયન ધ્વજ લહેરાવતા અને 'ફ્રી પેલેસ્ટાઈન', 'ઈઝરાયલના કબજાથી રોકો' અને 'ઈઝરાયલી પ્રોડક્ટનો બહિષ્કાર કરો' જેવા નારા લગાવતા સુહરાવર્દી પાર્કમાં ઉમટી પડ્યા હતા.
ઈઝરાયલને છોડી દુનિયાના તમામ દેશો માટે આ પાસપૉર્ટ માન્ય
હવે દેશમાં આ મોટા પાયે થઈ રહેલા પ્રદર્શનને જોતા બાંગ્લાદેશની સરકારે મોટો નિર્ણય લીધો છે. જનતાના આક્રોશ સામે ઝૂકીને યુનુસ સરકારે હવે પેતાના નાગરિકોને જારી કરવામાં આવતા પાસપૉર્ટમાં એક ખાસ લાઈન લખી છે. નવા જારી કરવામાં આવી રહેલા પાસપૉર્ટમાં લખ્યું છે કે- 'THIS PASSPORT IS VALID FOR ALL COUNTRIES OF THE WORLD EXCEPT ISRAEL'. આનો અર્થ એ કે આ પાસપૉર્ટ ઈઝરાયલને છોડી દુનિયાના તમામ દેશો માટે માન્ય છે.
બાંગ્લાદેશી નાગરિકો ઈઝરાયલની યાત્રા નહીં કરી શકશે
ઢાકાના અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશે ગાઝા પટ્ટી પર ઈઝરાયલી હુમલાઓ સામે વધી રહેલા જનઆક્રોશને ધ્યાનમાં રાખીને પોતાના નાગરિકોને યહૂદી દેશની યાત્રા કરતાં અટકાવવા માટે પાસપૉર્ટ પર 'ઈઝરાયલને છોડીને' ટેગ ફરીથી શરુ કર્યો છે. આનો અર્થ એ થયો કે હવે બાંગ્લાદેશી નાગરિકો ઈઝરાયલની યાત્રા નહીં કરી શકશે.
તમને જણાવી દઈએ કે, પાસપૉર્ટ એક એવો દસ્તાવેજ છે જેની મદદથી કોઈ દેશનો માન્ય નાગરિક કાયદેસર રીતે બીજા દેશમાં યાત્રા કરી શકે છે. એવું કહી શકાય કે પાસપૉર્ટ દ્વારા એક દેશ પાતાના નાગરિકોને બીજા દેશમાં યાત્રા કરવાની મંજૂરી આપે છે.
થોડા દિવસો પહેલા બાંગ્લાદેશમાં ઈઝરાયલ વિરુદ્ધ પ્રદર્શન થયું હતું. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ KFC, બાટા, ડોમિનોઝના આઉટલેટ્સ લૂંટી લીધા હતા.
નોંધનીય છે કે, જૂના બાંગ્લાદેશી પાસપૉર્ટમાં એક વાક્ય લખેલું આવતું હતું - 'આ પાસપૉર્ટ ઈઝરાયલનો છોડીને વિશ્વના તમામ દેશો માટે માન્ય છે.' 2021માં તેને હકાલપટ્ટી કરાયેલા વડાપ્રધાન શેખ હસીનાના નેતૃત્વ હેઠળની અવામી લીગ સરકાર દરમિયાન હટાવી દેવામાં આવ્યું હતું. તે સમયે અધિકારીઓએ કહ્યું હતું કે, 'અમે ઈઝરાયલ પ્રત્યેનું પોતાનું વલણ નથી બદલ્યું, પરંતુ દસ્તાવેજના આંતરરાષ્ટ્રીય ધોરણો જાળવવા માટે પાસપૉર્ટમાંથી આ વાક્ય હટાવી દેવામાં આવ્યું છે.' બીજી તરફ હવે પ્રદર્શનકારીઓના વિરોધ બાદ બાંગ્લાદેશ નાના-નાના પગલાં ભરી રહ્યું છે.
ગૃહ મંત્રાલયે આપ્યો નિર્દેશ
એક સમાચાર એજન્સીના રિપૉર્ટ પ્રમાણે ગૃહ મંત્રાલયે પાસપૉર્ટ અને ઈમિગ્રેશન વિભાગને વિદેશ પ્રવાસ કરતાં નાગરિકોની સત્તાવાર મુસાફરી પરમિટમાં 'આ પાસપૉર્ટ ઈઝરાયલને છોડીને વિશ્વના તમામ દેશો માટે માન્ય છે' વાક્ય ફરીથી શામેલ કરવા માટે નિર્દેશ આપ્યો છે.
પ્રદર્શનકારીઓએ ગાઝા પટ્ટીમાં ઈઝરાયલી કાર્યવાહીની નિંદા કરી
ગૃહ મંત્રાલયના સુરક્ષા સેવા વિભાગના ઉપસચિવ નીલિમા અફરોઝે સમાચાર એજન્સીને જણાવ્યું કે, અમે 7 એપ્રિલના રોજ નિર્દેશ જારી કર્યો હતો. જોકે, તે જાહેર એ દિવસે થયું જ્યારે હજારો પ્રદર્શનકારીઓએ ગાઝા પટ્ટીમાં ઈઝરાયલી કાર્યવાહીની નિંદા કરવા માટે રાજધાનીમાં રેલી કાઢી જેમાં સેંકડો લોકો પેલેસ્ટિનિયન ધ્વજ લહેરાવી રહ્યા હતા અને 'ફ્રી પેલેસ્ટાઈન' જેવા નારા લગાવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, 170 મિલિયનની વસ્તી ધરાવતો મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ બાંગ્લાદેશનો ઈઝરાયલ સાથે કોઈ રાજદ્વારી સંબંધ નથી રાખતો અને તે સત્તાવાર રીતે સ્વતંત્ર પેલેસ્ટાઈનને સમર્થન કરે છે.