હિંસા વચ્ચે શેખ હસીનાના પુત્રનો સેનાને સંદેશ, કહ્યું- ‘તમારી ફરજ લોકોની સલામતી અને સંવિધાનનું રક્ષણ કરવાની’
- યુએસ સ્થિત સાજીદ વાઝેદ જોયે ફેસબુક ઉપરના પોસ્ટમાં કહ્યું : કોઈ ન ચૂંટાયેલી સરકારને એક મિનિટ પણ સત્તા પર રહેવા ન દેશો
ઢાકા : બાંગ્લાદેશનાં પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના અમેરિકા સ્થિત પુત્ર સાજીદ વાઝેદ જોયે, ફેસબુક ઉપર અત્યારે બાંગ્લાદેશમાં સત્તાનાં સૂત્રો સંભાળી રહેલા સેનાના અધિકારીઓને જણાવ્યું હતું કે, તમારી ફરજ બાંગ્લાદેશના લોકોની સલામતી જાળવવાની છે અને સંવિધાનનું રક્ષણ કરવાની છે. આનો અર્થ તે પણ થાય છે કે તમારે કોઈ ન ચૂંટાયેલી સરકારને એક મિનિટ પણ સત્તા પર ન રહેવા દેશો.
જોય, શેખ હસીનાના માહિતી અને સંપર્ક ટેકનોલોજી માટેના સલાહકાર પદે હતા. તેઓએ આ સાથે ચેતવણી ઉચ્ચારી હતી કે હસીનાને દૂર કરાતાં બાંગ્લાદેશની પ્રગતિ થંભી જશે વિકાસ અને પ્રગતિ ક્ષેત્રે આપણે જે કૈં સાધ્ય કર્યું છે તે ઊડી જશે. બાંગ્લાદેશ બહાર નીકળી નહીં શકે. હું તેમ ઇચ્છતો નથી, તમો પણ તેમ ઇચ્છતા નહીં હો. હું સાજીદ વાઝેદ જોયે તેમ પણ કર્યું હતું કે મારાથી બની શકે ત્યાં સુધી હું તે થવા નહીં દઉં.
બાંગ્લાદેશ સેનાના વડા વકાર-ઉઝ-ઝમાન આજે રાત્રે રાષ્ટ્રજોગ પ્રવચન કરવાના છે. તેમ સેનાના પ્રવક્તાએ પત્રકારોને જણાવ્યું હતું તેઓએ આથી વધુ વિગતો આપી ન હતી.
અનામતના પ્રશ્ને બાંગ્લાદેશમાં શરૂ થયેલાં રમખાણો છેલ્લા બે-ત્રણ દિવસમાં તો હદ બહાર ગયાં હતાં. પરિણામે વડાપ્રધાન શેખ હસીનાને ત્યાગપત્ર આપી, ભારત ચાલ્યા જવું પડયું છે. ભારતથી તેવો સંભવત: અમેરિકા પણ ચાલ્યાં જશે તેમ માનવામાં આવે છે. ટૂંકમાં પંદર વર્ષ સુધી બાંગ્લાદેશ ઉપર સત્તા ભોગવનાર ૭૬ વર્ષનાં આ દેશના સર્જકનાં પુત્રીને દુર્ભાગ્યે દેશ છોડવો પડયો.
આ પૂર્વે પણ 2007માં જાન્યુઆરી મહીનામાં બાંગ્લાદેશમાં રાજકીય કટોકટી ઉપસ્થિત થઈ ત્યારે પણ સેનાએ સત્તા હાથમાં લઈ સમગ્ર દેશમાં કટોકટી જાહેર કરી હતી તે સરકારે બે વર્ષ સુધી શાસન કર્યું પછીથી ચૂંટણીમાં શેખ હસીનાની માઈઆવામીલીગ વિજયી થઈ હતી.