Get The App

ફેસબુક-ઈન્સ્ટાગ્રામના ઉપયોગ માટે ચૂકવવા પડશે પૈસા, યુરોપમાં ભારે વિરોધ બાદ મેટાએ ફીમાં ઘટાડો કર્યો

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
ફેસબુક-ઈન્સ્ટાગ્રામના ઉપયોગ માટે ચૂકવવા પડશે પૈસા, યુરોપમાં ભારે વિરોધ બાદ મેટાએ ફીમાં ઘટાડો કર્યો 1 - image


Meta Privacy Policy: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવા માટે પૈસા ચૂકવવી પડશે. પરંતુ આ નિયમ ભારતમાં નહીં પરંતુ યુરોપના કેટલાક દેશોમાં લાગુ છે. અહીં એડ-ફ્રી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવા માટે ફી ચૂકવવી પડશે. મેટા (Meta)એ થોડા સમય પહેલા આ અંગે નિર્ણય લીધો હતો. આ કંપનીના સબસ્ક્રિપ્શન મોડલનો એક ભાગ હતો. મેટા દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. હવે આને લગતી નવી માહિતી સામે આવી છે.

સબસ્ક્રિપ્શન મોડલની ફીમાં ઘટાડો

કંપનીએ સબસ્ક્રિપ્શન મોડલની ફીમાં ઘટાડો કર્યો છે. ફેસબુકની ફી ઘટાડીને EUR 5.99 (લગભગ રૂ. 540) કરવામાં આવી છે. ઈન્સ્ટાગ્રામ માટે ફી ઘટાડીને EUR 9.99 (લગભગ 900 રૂપિયા) કરવામાં આવી છે. કંપનીએ પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. યુરોપમાં પ્રાઈવસી એક્ટિવિસ્ટ અને કન્ઝ્યુમર જૂથો દ્વારા આ પોલિસીનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો.

મેટા તરફથી કહેવામાં આવ્યું હતું કે પ્રાઈવસી સુનિશ્ચિત કરવા માટે આ ફી ચૂકવવી પડશે. મેટા તેના યુઝર્સના ડેટાનો ઉપયોગ કરતી હતી, પરંતુ યુરોપીયન નિયમોના નવા ડેટા પ્રાઈવસી કાયદા બાદ મેટાએ ડેટા એક્સેસ ન કરી શકવા બદલ ચાર્જ વસૂલવાનો નિર્ણય લીધો હતો. નવેમ્બરમાં લાગુ થયેલા આ નિયમનો ઘણો વિરોધ થયો હતો. આ ચાર્જ 18 વર્ષ કે તેથી વધુ વયના વપરાશકર્તાઓ પાસેથી વસૂલવામાં આવતો હતો.


Google NewsGoogle News