Get The App

અમેરિકાના પ્રમુખનો પગાર અને એલાઉન્સ જાણી તમોને આશ્ચર્ય થશે : તેઓ અન્ય ખર્ચાઓ પણ કરી શકે

Updated: Jan 21st, 2025


Google NewsGoogle News
અમેરિકાના પ્રમુખનો પગાર અને એલાઉન્સ જાણી તમોને આશ્ચર્ય થશે : તેઓ અન્ય ખર્ચાઓ પણ કરી શકે 1 - image


- પ્રમુખના એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ સંસદની સત્તા બહાર છે

- 1821માં ગુલામોને મુક્ત કરનાર અમેરિકા ફોર અમેરિકન્સ કહેનાર પ્રેસિડેન્ટ મનરો દેવાદાર સ્થિતિમાં પ્રમુખ પદેથી ઉતર્યા પછી નિધન પામ્યા હતા

વૉશિંગ્ટન : ભારતીય સમય પ્રમાણે આજે રાત્રે ૧૦:૩૦ કલાકે ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત તેઓના પ્રમુખપદ તરીકેનો હોદ્દો સ્વીકારશે. તેઓનો પગાર, એલાઉન્સ તથા અન્ય ખર્ચાઓ વિષે તમોને જાણીને આશ્ચર્ય થશે.

અમેરિકાના પ્રમુખને દર વર્ષે ૪ લાખ ડોલર=૩ કરોડ ૪૬ લાખ રૂપિયા જેટલો પગાર મળે છે. ૨૦૦૧થી આટલો પગાર નિશ્ચિત કરાયો છે. જે તેઓના બેન્ક એકાઉન્ટમાં સીધો જમા થાય છે. દર મહિને એક ... તે ઉપરાંત, ૧,૬૯,૦૦૦ ડોલર (આશરે ૧.૪૬ કરોડ)નાં વિવિધ એલાઉન્સ પણ અપાય છે. આ રીતે પ્રમુખને દર વર્ષે  લગભગ પાંચ કરોડ રૂપિયા મળે છે.

સીએનબીસીના રીપોર્ટ પ્રમાણે પ્રમુખના એલાઉન્સીઝમાં ૫૦ હજાર ડોલર પરચુરણ ખર્ચ, ૧૯ હજાર ડોલર્સ એન્ટરટેનમેન્ટ એલાઉન્સ, ૧ લાખ ડોલર્સ નોન-ટેક્ષેબલ-ટ્રાવેલ એકાઉન્ટ પણ અપાય છે. તે ઉપરાંત કેટલાક અન્ય ખર્ચાઓ પણ મંજૂર કરાય છે.

તેઓ વ્હાઈટ હાઉસમાં રહે છે. આ તમામ સુવિધાઓ હોય છે. તેઓની સલામતી માટે મરીન કમાન્ડોઝથી શરૂ કરી સીક્રેટ સર્વિસ ઓફિસર્સ હોય છે.

ઉલ્લેખનીય છે કે, ૧૮૨૧માં ઝાર એલેકઝાન્ડર ૧લા પાસેથી ૫૦ લાખ પાઉન્ડમાં અલાસ્કા ખરીદ્યા પછી અમેરિકા-ફોર-અમેરિકન્સ કહેનારા અને ગુલામોને મુક્ત કરનારા પ્રમુખ મનરો પ્રમુખપદેથી ઉતર્યા પછી દેવાદાર સ્થિતિમાં આવી ગયા હતા. તે સમયે અત્યાર કરતાં તો પગાર ઘણો થોડો હતો. તે પણ મળતો બંધ થઇ ગયો. તેથી દેવું થઇ ગયું. જે તેઓના મિત્રોએ ભરપાય કર્યું હતું. ત્યારથી અમેરિકામાં પ્રમુખ નિવૃત્ત થાય તે પછી પણ એલાઉન્સીઝ સિવાયનો મુળ પગાર તેઓ જીવે ત્યાં સુધી ચાલુ રાખવા તથા તમામ તબીબી સહાય પણ ચાલુ રાખવા નિર્ણય લેવાયો. ભારતમાં પણ તેમજ છે.).

ઉલ્લેખનીય છે કે પ્રમુખના એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ ઉપર સંસદ (કોંગ્રેસ)નો કોઇ કાબુ નથી. જો તે ઓર્ડર ગેરબંધારણીય લાગે તો તે સામે ફેડરલ કોર્ટની કોન્સ્ટીટયુશનલ બેન્ચમાં યાચિકા રજૂ કરી શકાય છે. તે બેન્ચ જો પ્રમુખનો તે એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ ગેરબંધારણીય લાગે તો તે રદ્દ જાહેર કરી શકે છે.

સામાન્યત: દરેક દેશમાં હેડ-ઓફ-ધ-સ્ટેટ સેનાના સર્વોચ્ચ વડા હોય છે. યુદ્ધ કે શાંતિ તેઓના નામે જાહેર થાય છે. પ્રમુખ કે રાજા તે પૈકી યુદ્ધ સમયે તે સત્તા સંરક્ષણ મંત્રીને અને વડાપ્રધાનને ડેલિગેટ કરે છે.

ભારતના સંવિધાનમાં પ્રમુખની સત્તાઓ વિષે સ્પષ્ટ લખ્યું છે. તેઓને રાષ્ટ્રનાં હિતમાં લાગે તે પગલાં તેઓ આંતરિક કે બાહ્ય કટોકટી સમયે ભરી શકે છે. પરંતુ હવે કટોકટીની જાહેરાત માટે તેઓએ સંસદની મંજૂરી લેવી પડે છે. ટૂંકમાં દુનિયાની સર્વ શ્રેષ્ઠ આર્થિક અને લશ્કરી તાકાત અમેરિકાના પ્રમુખ પદનું સ્થાન ખરેખર તો કાંટાનો તાજ છે. તેઓને દુનિયાભરની ચિંતા હોય છે.


Google NewsGoogle News