Get The App

ઇઝરાયેલમાં કારોની પણ અંતિમક્રિયા કરીને દફનાવવાની માંગ, કારણ જાણીને ચોંકી જશો

હમાસે ઝકા ઇમરજન્સી યુનિટના વોલેન્ટિર્સની કારમાં હત્યા કરી હતી

કારોમાં પડેલા લોહીના ધબ્બાઓના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
ઇઝરાયેલમાં કારોની પણ અંતિમક્રિયા કરીને  દફનાવવાની માંગ, કારણ જાણીને ચોંકી જશો 1 - image


તેલઅવિવ,૨૨ નવેમ્બર,૨૦૨૩,બુધવાર 

ઇઝરાયલ પર પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસે ૭ ઓકટોબરના રોજ હુમલો કર્યો હતો.  હમાસના આતંકીઓએ ઇઝરાયેલમાં ઘુસીને જે નરસંહાર કર્યો હતો તેની કરુણ કહાનીઓ હજુ પણ હલબલાવી રહી છે. આ હુમલામાં માર્યા ગયેલા કેટલાક લોકોના શરીરના અંગો પણ ગાયબ છે. કેટલાકના તો શરીરના અવશેષો પણ ઓળખાતા નથી.

ઇઝરાયેલે હાલમાં હમાસના હુમલાનો ખુંખાર બદલો લઇ રહયું છે ત્યારે હમાસના હુમલામાં તેલઅવીવના ઝકા સંગઠનના માર્યા ગયેલા કેટલાક લોકોની કારોને દફનાવવાની ભલામણ કરવામાં આવી રહી છે. જકા તેલ અવિવની ઇમરજન્સી રિસ્પોન્સ યુનિટ છે જેના હજારો વોલેન્ટીયર્સ મધ્ય ઇઝરાયેલના ૨૧ થી વધુ શહેરોમાં સર્વિસ આપે છે. મધ્ય ઇઝરાયેલની એક માત્ર ઇમરજન્સી સર્વિસ તરીકે માન્યતા ધરાવે છે. આ સંગઠનનું જ એક યુનિટ મૃતકોની ગરીમા સાથે અંતિમ સંસ્કારનું કામ કરે છે.

ઇઝરાયેલમાં કારોની પણ અંતિમક્રિયા કરીને  દફનાવવાની માંગ, કારણ જાણીને ચોંકી જશો 2 - image

ખાસ કરીને કોઇ દુર્ઘટના કે અસામાન્ય માહોલમાં જવાબદારી નિભાવે છે. ઝકાના વોલેન્ટિયર્સને કારોની અંદર જ ગળુ દબાવીને હમાસના આતંકીઓએ હત્યાઓ કરી હતી. કેટલીક કારોમાં લોહીના ધબ્બાઓ તેની સાક્ષી ભરે છે. અર્ધ સળગેલી હાલતમાં ડેડબોડી વેરવિખર પડયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ઇઝરાયેલની સ્થાપના પછી પ્રથમ વાર મૃતકોની પવિત્રતા માટે વાહનો દફનાવવાની ચર્ચા ચાલી રહી છે. આ અંગે મિલિટરી રેબીનેટ અને ચીફ રેબીનેટ સાથે વિચાર વિમર્શ કરવામાં આવશે. ત્યાર પછી યહુદી કબ્રસ્થાનોમાં વાહનો દફનાવવામાં આવશે. જો કે ઇઝરાયેલના ધાર્મિક સેવા મંત્રાલય દ્વારા આ અંગે કોઇ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. સોશિયલ મીડિયામાં આની ચર્ચા સરુ થઇ છે અને લોકો જુદી જુદી પ્રતિક્રિયા આપી રહી છે.


Google NewsGoogle News