જાપાનના યૌશીહારુએ જુદા જુદા ૬૩ પાન ધરાવતું ઘાસ ઉગાડીને વિશ્વ રેકોર્ડ સર્જયો

ક્રોસ પોલિનેશન દ્વારા મન માન્યું અદ્ભૂત પરિણામ મેળવ્યું હતું.

આ રેકોર્ડની ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા નોંધ કરવામાં આવી છે.

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
જાપાનના યૌશીહારુએ જુદા જુદા ૬૩ પાન ધરાવતું ઘાસ ઉગાડીને વિશ્વ રેકોર્ડ સર્જયો 1 - image


ટોક્યો,૨ જુલાઇ,૨૦૨૪,મંગળવાર 

લીલોતરી ઉગાડવાનો અને ઉછેરવાનો ઘણાને શોખ હોય છે કેટલાક ઘરે કુંડામાં પણ પ્લાન્ટ ઉગાડતા હોય છે પરંતુ નવાઇની વાત તો એ છે કે જાપાનના યૌશીહારુ વતનબે  જુદા જુદા ૬૩ પાન ધરાવતું ઘાસ ઉગાડીને વિશ્વ રેકોર્ડ કર્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર જાપાનમાં એવી માન્યતા છે કે ઘાસમાં જેટલી વધુ પત્તીઓ હોય એટલો વ્યકિત વધુ ભાગ્યશાળી ગણાય છે. જો કે એક સાથે ૬૩ પત્તીઓ ધરાવતું ઘાસ ઉગાડનાર યૌશીહારુ દુનિયાના પ્રથમ વ્યકિત છે. એક જાપાની વેબસાઇટ રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૦૯માં યોશીહારુ વતનેએ ત્રણથી વધુ પત્તીઓ ધરાવતું તિપાતિયા નામનું ઘાસ પોતાના ઘરના બગીચામાં ઉગાડયું હતું.

 તેમણે પહેલા પ્લાન્ટનું ક્રોસ પોલિનેશન કર્યુ હતું. ક્રોસ પોલિનેશન દ્વારા મન માન્યું અદ્ભૂત પરિણામ મેળવ્યું હતું. છેવટે બગીચામાં ૬૩ પત્તીઓ ધરાવતું ઘાસ ઉગાડવામાં સફળતા મળી હતી. ૨૦૦૯માં જાપાનના શિગેઓ શિગેઓ ઓબરા દ્વારા ૫૬ પત્તીઓ ઘરાવતું ઘાસ ઉગાડીને વિશ્વ વિક્રમ સર્જયો હતો. આ વિશ્વ વિક્રમ યોશીહારુએ તોડી નાખ્યો છે. તેમના આ રેકોર્ડની ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા નોંધ કરવામાં આવી છે.


Google NewsGoogle News