નેતન્યાહૂના વધુ એક નિર્ણયે પેલેસ્ટાઈન સહિત મુસ્લિમ જગતનું ટેન્શન વધાર્યું, તંગદિલી વધવાની શક્યતા

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
નેતન્યાહૂના વધુ એક નિર્ણયે પેલેસ્ટાઈન સહિત મુસ્લિમ જગતનું ટેન્શન વધાર્યું, તંગદિલી વધવાની શક્યતા 1 - image


Image: Facebook

Benjamin Netanyahu: ગાઝા યુદ્ધવિરામ અંગે કતારની રાજધાની દોહામાં ગુરુવારે બપોરે આગામી તબક્કાની ચર્ચા શરૂ થઈ. વિશ્વના દેશોની નજર આની પર ટકેલી છે. આ દરમિયાન ઈઝરાયલ નાગરિત વહીવટી વિભાગે જાહેરાત કરી કે નવી વસ્તી નાહલ હેલેત્જને 2027 બાદ વસાવવામાં આવશે. તેનું નિર્માણ 148 એકરમાં પેલેસ્ટાઈન શહેર બેથલહમની પાસે કરવામાં આવશે.

નિર્માણ કાર્યમાં ઘણાં વર્ષો લાગી શકે છે

દેશની શાસકીય સંસ્થા ઇઝરાયેલ નાગરિક વહીવટે કહ્યું કે નિર્માણને લઈને પ્રસ્તાવ તૈયાર કરી દેવાયો. જોકે નિર્માણ કાર્યમાં ઘણા વર્ષો લાગી શકે છે, કેમ કે આ માટે જોનિંગ પ્લાન અને પરમિટ મેળવવામાં સમય લાગશે.

પેલેસ્ટાઈનની જમીન પર વસ્તી વસાવવાના નિર્ણયથી વિવાદ છેડાયો

સંગઠન પીસ નાઉએ વસ્તીઓના નિર્માણનો વિરોધ કર્યો છે. સંગઠન તરફથી કહેવામાં આવ્યું છે કે નાહલ હેલેત્જ પેલેસ્ટાઈન વિસ્તારમાં વસતાં એન્ક્લેવ હશે, જે સુરક્ષા જોખમ પેદા કરશે. તે પેલેસ્ટાઈનની પ્રાદેશિક સાતત્યતાને વિક્ષેપિત કરવા માટે રચાયેલ છે. આ વસ્તી પેલેસ્ટાઈન ગામ બત્તિરની જમીન પર બનશે, જે પ્રાચીન કૃષિ ભૂમિ તરીકે યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ છે. 

ઈસ્માઈલ હાનિયાના મોત બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો

31 જુલાઈએ તેહરાનમાં હમાસ પ્રમુખ ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદથી પશ્ચિમ એશિયામાં યુદ્ધ ભડકવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઈરાને ઈઝરાયલથી બદલો લેવાનો સંકલ્પ લીધો છે. ગાઝા યુદ્ધવિરામ કરાર નિષ્ફળ થાય છે તો તે ઈઝરાયલ પર હુમલો કરી શકે છે. અમેરિકાએ ઈરાનના હુમલાથી બચાવ માટે ઈઝરાયલથી પ્રતિબદ્ધતા બેવડાવી છે.


Google NewsGoogle News