Israel Hamas War : યુદ્ધમાં ચોથા મોર્ચાની એન્ટ્રી, ઈઝરાયેલ પર મિસાઈલ-ડ્રોન વડે કર્યો હુમલો

ઈઝરાયેલ-હમાસ વચ્ચે છેલ્લા 26 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
Israel Hamas War : યુદ્ધમાં ચોથા મોર્ચાની એન્ટ્રી, ઈઝરાયેલ પર મિસાઈલ-ડ્રોન વડે કર્યો હુમલો 1 - image


Houthi rebels entered israel hamas war : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. છેલ્લા 26 દિવસથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તો ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ત્યારે હવે યમન (Yemen)ના ઈરાન સમર્થિત હૌથી બળવાખોરો (rebels)એ પણ આ યુદ્ધમાં ઝંપલાવ્યું છે.

હૌથી બળવાખોરોએ યમનથી ઈઝરાયેલ પર હુમલો કર્યો

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ચોથા મોર્ચા રુપે  હૌથી બળવાખોરોએ યમનથી ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. આ પહેલા પણ તેઓ ત્રણ અલગ-અલગ મિશનમાં ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલ છોડી ચૂક્યા છે અને હૌથી બળવાખોરોએ ઈઝરાયેલ સામે વધુ હુમલાની પણ ચેતવણી આપી હતી. જો કે ઈઝરાયેલ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની સેનાએ એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને હૌથી બળવાખોરોની મિસાઈલોને નષ્ટ કરી દીધી છે. આ ઉપરાંત કેટલાક ડ્રોનને પણ તોડી પાડવામાં આવ્યા છે.

હૌથી બળવાખોરોએ વધુ હુમલાની ચેતવણી આપી

હૌથી બળવાખોરોના લશ્કરી પ્રવકાતાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈઝરાયેલ પર મોટી સંખ્યામાં બેલેસ્ટિક મિસાઈલો અને ડ્રોન છોડ્યા હતા અને પેલેસ્ટિનિયનોને જીતવામાં મદદ કરવા માટે આ હજુ પણ આ રીતે વધુ હુમલાઓ ચાલુ રાખવામાં આવશે. ઈઝરાયેલ ગાઝા પટ્ટીમાં હમાસનો નાશ કરવા માંગે છે જ્યારે હૌથી બળવાખોરો હમાસને સમર્થન આપી રહ્યા છે. આવામાં હૌથી બળવાખોરોના લશ્કરી પ્રવકતા સારીના આ નિવેદનથી ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં વધુ તણાવ થવાની શક્યતા વધી ગઈ છે. 

Israel Hamas War : યુદ્ધમાં ચોથા મોર્ચાની એન્ટ્રી, ઈઝરાયેલ પર મિસાઈલ-ડ્રોન વડે કર્યો હુમલો 2 - image


Google NewsGoogle News