હુથીઓના આતંક અને અમેરિકા-બ્રિટનના હુમલા વચ્ચે યમનના વડાપ્રધાનને બરતરફ કરાતા ખળભળાટ

યમનની રાષ્ટ્રપતિ કાઉન્સિલે વિદેશમંત્રી અહેમદ અવદ બિન મુબારકને દેશના નવા વડાપ્રધાન જાહેર કર્યા

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
હુથીઓના આતંક અને અમેરિકા-બ્રિટનના હુમલા વચ્ચે યમનના વડાપ્રધાનને બરતરફ કરાતા ખળભળાટ 1 - image

image : Twitter



Yemen New Prime Minister | યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાણ રાષ્ટ્રપતિ કાઉન્સિલ (Presidential Council) એક અનપેક્ષિત પગલું ભરતાં વડાપ્રધાન માઈન અબ્દુલમલિક સઈદને બરતરફ કરી દીધા હતા. તે 2018થી યમનના વડાપ્રધાન હતા. આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે અમેરિકાના નેતૃત્વ હેઠળનું સૈન્ય ગઠબંધન યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોને નિશાન બનાવી હવાઈ હુમલા કરી રહ્યું છે. 

કોને બનાવાયા નવા વડાપ્રધાન? 

આ દરમિયાન અહેવાલોમાં એવો દાવો કરાયો છે કે યમનની રાષ્ટ્રપતિ કાઉન્સિલે વિદેશમંત્રી અહેમદ અવદ બિન મુબારકને દેશના નવા વડાપ્રધાન જાહેર કર્યા છે. બિન મુબારક સાઉદી અરબના નજીકના મનાય છે. જોકે આ નિર્ણય લેવા પાછળનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. ઉલ્લેખનીય છે કે 2014થી યમન ગૃહયુદ્ધની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. 

ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં હુથીઓએ ઝંપલાવ્યું હતું 

તાજેતરમાં રાતા સમુદ્રમાં ઈઝરાયલ તરફ અવર જવર કરતાં જહાજોને નિશાન બનાવીને વૈશ્વિક વેપાર જગતને મોટો આંચકો આપ્યો હતો. તેણે પેલેસ્ટાઈન અને ગાઝાના લોકોના સમર્થનમાં આ જહાજોને નિશાન બનાવ્યા હતા. જેના પગલે અકળાઈને અમેરિકા અને બ્રિટન સહિત ગઠબંધન સૈન્યએ હવાઈ હુમલા અને જવાબી કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. 

હુથીઓના આતંક અને અમેરિકા-બ્રિટનના હુમલા વચ્ચે યમનના વડાપ્રધાનને બરતરફ કરાતા ખળભળાટ 2 - image


Google NewsGoogle News