Get The App

તુર્કેઈથી ભારત આવી રહેલા જહાજનું ઈઝરાયેલના લાલ સાગરમાં અપરહરણ, હૂતી વિદ્રોહીની કરતુત

કથિત રીતે જહાજ ઈઝરાયેલનું હોવાનો દાવો

ઈઝરાયેલે કહ્યું, આ જહાજ અમારું નહીં, તુર્કેઈથી ભારત આવી રહ્યું હતું

Updated: Nov 19th, 2023


Google NewsGoogle News
તુર્કેઈથી ભારત આવી રહેલા જહાજનું ઈઝરાયેલના લાલ સાગરમાં અપરહરણ, હૂતી વિદ્રોહીની કરતુત 1 - image

તેલ અવિવ, તા.19 નવેમ્બર-2023, રવિવાર

ઈઝરાયેલ અને હમાસ યુદ્ધ (Israel-Hamas War) વચ્ચે હવે યમન (Yemen)ના હૂતી વિદ્રોહીઓ (Houthi Rebels)એ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. સાઉદી અરેબિયા (Saudi Arabia)ના મીડિયાના રિપોર્ટ મુજબ યમનના હૂતી વિદ્રોહિઓએ આજે લાલ સાગરમાં એક જહાજનું અપહરણ કર્યું છે, જેમાં 22 ક્રુ મેમ્બરો છે. અહેવાલો મુજબ આ જહાજ ઇઝરાયેલનું છે. જોકે આ મામલે ઈઝરાયેલે દાવો કર્યો છે કે, હૂતી વિદ્રોહિઓ દ્વારા અપહરણ કરાયેલ જહાજ અમારું નહીં, તૂર્કેઈનું છે.

જહાજમાં આંતરરાષ્ટ્રીય નાગરિકો હોવાનો ઈઝાયેલનો દાવો

ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સે ટ્વિટ કરીને જણાવ્યું કે, દક્ષિણ લાલ સાગર (South Red Sea)માં યમન પાસે હૂતીઓ દ્વારા કાર્ગો શિપનું અપહરણ એ ગંભીર ઘટના છે. આ એક એવું જહાજ છે, જેમાં એકપણ ઈઝરાયેલી નથી. આ જહાજ આંતરરાષ્ટ્રીય નાગરિકો લઈને તુર્કેઈથી ભારત જઈ રહ્યું હતું. રિપોર્ટ મુજબ આ જહાજનું નામ ગેલેક્સી લીડર (Galaxy Leaders Ship) છે.

હૂતીઓએ અગાઉ ધમકી આપી હતી

યમનના હૂતી વિદ્રોહિઓએ રવિવારે ઈઝરાયેલી જહાજ અંગે ધમકી આપી હતી. રિપોર્ટ મુજબ હૂતી વિદ્રોહિઓએ ઈઝરાયેલી કંપનીની માલિકીની તેમજ તેમના દ્વારા ચલાવાલા જહાજોને નિશાન બનાવવાની ધમકી આપી હતી. ઉપરાંત હૂતી વિદ્રોહિઓએ ધમકી આપતા કહ્યું હતું કે, જે જહાજ પર ઈઝરાયેલનો ઝંડો હશે, તેને આગ ચાંપી દેવાશે. હૂતી વિદ્રોહિઓના પ્રવક્તાએ તમામ દેશોને આવા જહાજો કામ કરતા લોકોને પોતાની પાસે બોલાવવા કહ્યું હતું.


Google NewsGoogle News