Get The App

યાનમાં બેઠા હોતતો સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર પાછા આવી ગયા હોત ? શું છે નાસાનો દાવો

બંને એક અઠવાડિયા માટે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં ગયા હતા.

ફલાઇટમાં ટેકનીકલ ખામી હોવાથી તેમને લીધા વગર જ આવ્યું હતું

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
યાનમાં બેઠા હોતતો સુનિતા વિલિયમ્સ અને  બૂચ વિલ્મોર પાછા આવી ગયા હોત ? શું છે નાસાનો દાવો 1 - image


વોશિંગ્ટન,૧૨ સપ્ટેમ્બર,૨૦૨૪,ગુરુવાર 

પૃથ્વીથી ૪૦૦ કિમી દૂર ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાં ફસાયેલા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને લઇને ખુલાસો કર્યો છે કે ટેકનિકલ ખામીના લીધે અવકાશયાત્રીઓને લીધા વગર ધરતી પર પરત ફરેલા યાનમાં સુનિતા અન બૂચ વિલ્મોર બેઠા હોતતો તે પણ પાછા આવી ગયા હોત. આમ તો બંને અવકાશયાત્રીઓ માત્ર એક અઠવાડિયા માટે જ આંતર રાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર ગયા હતા પરંતુ બોઇંગ સ્ટાર લાઇનરમાં ટેકનીકલ ખામી ઉભી થઇ હતી.

એક તો હિલિયમ ગેસ લીક થતો હતો બીજુ કે તેના થ્રેસ્ટ બરાબર કામ કરતા ન હોવાથી મિશન લંબાઇ ગયું હતું.છેવટે સુનિતા અને બૂચને લીધા વિના જ બોઇંગ સ્ટાર લાઇનર ધરતી પર ઉતારવામાં આવ્યું હતું. હવે બંને અવકાશયાત્રીઓએ ફેબુ્આરી ૨૦૨૫ સુધી સ્પેસમાં રહેવું પડશે. બોઇંગ સ્ટાર લાઇનર ધરતી પર લેન્ડ થયા પછી નાસાને સવાલ પુછવામાં આવ્યો હતો કે સુનિતા વિલિયમ્સ અને અન્ય એસ્ટ્રોનટ( બુચ વિલ્મોર)ને પાછા લાવી શકાયા હોત ?

તેના જવાબમાં નાસાએ હામાં ઉત્તર આપીને સૌૈને ચોંકાવી દીધા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર મેકિસકોમાં સ્ટારલાઇનર લેંડ કર્યા પછી નાસાના કોમર્શિયલ ક્રુ પ્રોગ્રામના મેનેજર સ્ટીવ સ્ટિચે સ્વીકાર કર્યો હતો કે કેપ્સૂલમાં આપણા ક્રુ હોતતો પણ આજ પ્રોસેસ થવાની હતી. જેમકે સ્પેસ સ્ટેશનથી નિકળવું, ડી ઓર્બિટ બર્ન અને પૃથ્વી પર એન્ટ્રી લેવી. આવા સંજોગોમાં ક્રુની પણ સફળ અને સુરક્ષિત લેન્ડિંગ થવાની હતી.

સુનિતા અને વિલ્મોર સ્પેસ સ્પેસક્રાફટમાં હોતતો પણ બધુ જ સરળતાથી પાર પડવાનું હતું. જો કે સ્ટારલાઇનરની આ ટેસ્ટ ફલાઇટ હતી. આથી તેના પરફોર્મન્સને લઇને પુરો વિશ્વાસ ન હતો. આથી છેવટે સ્પેસક્રાફટ અવકાશયાત્રીઓને લીધા વગર જ પાછુ લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 


Google NewsGoogle News