Get The App

પ્રથમ વખત ફ્લાઈટમાં બેઠેલી વિશ્વની સૌથી ઉંચી મહિલા, એરલાઈને 6 સીટ હટાવી પડી

Updated: Nov 6th, 2022


Google News
Google News
પ્રથમ વખત ફ્લાઈટમાં બેઠેલી વિશ્વની સૌથી ઉંચી મહિલા, એરલાઈને 6 સીટ હટાવી પડી 1 - image


- રુમેસા ગેલ્ગીએ તેમના જીવનમાં પ્રથમ વખત વિમાનમાં ઉડાન ભરી

- 7 ફૂટ ઉંચી રુમેસા ગેલ્ગીનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે

- ગેલ્ગી એ 13 કલાક સુધી મુસાફરી કરી

- ગેલ્ગીને વીવર સિન્ડ્રોમ નામની એક આનુવંશિક બીમારી છે

વિશ્વની સૌથી ઉંચી મહિલા રુમેસા ગેલ્ગીએ તેમના જીવનમાં પ્રથમ વખત વિમાનમાં ઉડાન ભરી. તેથી, તેમની લંબાઈને ધ્યાનમાં રાખીને, ટર્કિશ એરલાઈન્સે તેના ઈકોનોમી ક્લાસમાંથી 6 સીટો દૂર કરવી પડી. 7 ફૂટ ઉંચી રુમેસા ગેલ્ગીનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. તેણે ફ્લાઈટમાં 13 કલાક સુધી મુસાફરી કરી. તે તુર્કીના ઈસ્તાંબુલથી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો માટે ઉડાન ભરી હતી.

એરલાઈને પ્લેનમાં છ સીટોને સ્ટ્રેચરમાં ફેરવી હતી. 25 વર્ષીય રુમેસા ગેલ્ગી સામાન્ય રીતે તેની વ્હીલચેરનો ઉપયોગ કરે છે. હકીકતમાં, તેને વીવર સિન્ડ્રોમ છે, જે એક દુર્લભ આનુવંશિક વિકાર છે. આ કારણે તેમનું શરીર ઝડપથી વધે છે. ગેલ્ગીએ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી અને તેમાં તેને તેની સફર વિશે લખ્યું, 'શરૂઆતથી અંત સુધીની સફર સારી રહી છે. આ મારી પહેલી પ્લેન ટ્રીપ હતી. પરંતુ તે ચોક્કસપણે મારી છેલ્લી નહીં હોય... મારી યાત્રાનો ભાગ બનેલા દરેકનો હૃદયપૂર્વક આભાર.' ગેલ્ગી, જે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. તેને કહ્યું કે પોતાની કારકિર્દીને આગળ ધપાવવા અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સાથે સહયોગ કરવા માટે ઓછામાં ઓછા છ મહિના માટે યુએસમાં રહેશે. 2014 માં વિશ્વની સૌથી ઉંચી મહિલા તરીકે ઓળખાતા પહેલા, ગેલ્ગીએ 2014 થી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ રાખ્યો હતો, જ્યારે તે સૌથી ઉંચી કિશોરી બની હતી. તેણે જીવતી સ્ત્રી પર સૌથી લાંબી આંગળી, જીવતી સ્ત્રી પર સૌથી લાંબો હાથ અને જીવતી સ્ત્રી પર સૌથી લાંબી પીઠ રાખવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ તોડ્યો છે.

Tags :