સ્પેનમાં 2000 વર્ષ જૂની વાઈન મળી આવી, પછી જે જાણવા મળ્યુ તે ચોંકાવનારુ

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
સ્પેનમાં 2000 વર્ષ જૂની વાઈન મળી આવી, પછી જે જાણવા મળ્યુ તે ચોંકાવનારુ 1 - image


સ્પેનમાં 2000 વર્ષ જૂની વાઈન મળી આવી છે. વૈજ્ઞાનિકોએ એક અભ્યાસમાં આ વાતની પુષ્ટિ કરી છે. આ વાઇન દક્ષિણ સ્પેનમાં ખોદકામ દરમિયાન અંત્યેષ્ઠી કળશના ભઠ્ઠામાં મળી આવી છે. આ ઘટના 2019 માં કાર્મોનોમાં એક ઘરની ખોદકામ દરમિયાન બની હતી, ત્યારબાદ કોર્ડોબા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની ટીમે તેના પર રિસર્ચ શરૂ કર્યું હતું. હવે સોમવારે રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા છે. 

યુનિવર્સિટીમાં કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પ્રોફેસર અને અભ્યાસના મુખ્ય લેખક જોસ રફેલ અરેબોલાએ જણાવ્યું હતું કે, જ્યારે કળશ ખોલવામાં આવ્યુ ત્યારે અમે ડરી ગયા હતા, આ કળશમાં સ્મશાન અવશેષો, બળેલા હાથીના દાંત અને લગભગ 4.5 લિટર લાલ પ્રવાહી ભઠ્ઠીમાં મળી આવ્યું હતું. ત્યારબાદ ટીમે કળશમાં મળી આવેલી વસ્તુઓની તપાસ કરી. આ કળશમાં જે પ્રવાહી મળ્યું હતું તે દારૂ સિવાય બીજું કંઈ ન હતું. 

પ્રોફેસરે કહ્યું કેસ આલ્કોહોલ સામાન્ય રીતે બાષ્પીભવન થાય છે, પરંતુ આ જેવું હતું તેવુ જ છે. અમને જે મળ્યું તે શોધવું લગભગ અશક્ય છે. જો કે, વાઇનને એક સીલ દ્વારા સાચવવામાં આવી હતી જેણે તેને બાષ્પીભવન થતું અટકાવ્યું હતું, પરંતુ આને કેવી રીતે બનાવવામાં આવ્યુ તે સ્પષ્ટ નથી. 

પ્રોફેસરે કહ્યું કે, ટીમે આ પ્રવાહીને સફેદ વાઈન તરીકે ઓળખાવ્યું. તેમાં સિરીંજીક એસિડ નહોતું, જે માત્ર રેડ વાઇનમાં હાજર પદાર્થ છે. તેમણે કહ્યું કે, તેમાં રહેલા ખનિજો આજે મળી આવતા ફિનો વાઇન્સ સમાન જ છે. આ કંઈક અનોખું છે. 

સંશોધકો માને છે કે, તેમની શોધે પ્રવાહી અવસ્થામાં સૌથી જૂની વાઇનનો નવો રેકોર્ડ હાંસલ કર્યો છે. અગાઉ આ રેકોર્ડ જર્મનીમાં સ્પીયર વાઇન પાસે હતો, જે લગભગ 1,700 વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. જો કે, રાસાયણિક વિશ્લેષણ દ્વારા સ્પીયર વાઇનની ઉંમરની પુષ્ટિ કરવામાં આવી નથી. આ કબરમાં મળેલા છ  અંત્યેષ્ઠી કળશમાંથી એક હતું. પ્રોફેસરે કહ્યું કે, સોનાની વીંટી અને મૂલ્યવાન કલાકૃતિની શોધ સૂચવે છે કે, તે ખૂબ જ શ્રીમંત પરિવાર દ્વારા બનાવવામાં આવી હતી. 


Google NewsGoogle News