વિશ્વના વયોવૃધ્ધનું ૧૧૨ વર્ષે નિધન, કવીન એલિઝાબેથ પત્ર લખતા હતા
જોન આલ્ફ્રેડ ટિન્નિસવુડ લાંબી આયુ માટે ભાગ્યને શ્રેય આપતા હતા.
ઇગ્લેન્ડમાં લિવરપૂલ પાસે એક કેયરહોમમાં અંતિમ શ્વાસ લીધા
નવી દિલ્હી, 27 નવેમ્બર,2024, બુધવાર
દુનિયાના સૌથી વયોવૃધ્ધ જોન આલ્ફ્રેડ ટિન્નિસવુડનું ૧૧૨ વર્ષની ઉંમરે નિધન થયું છે. છેલ્લા ૯ મહિનાથી વિશ્વના સૌથી વૃધ્ધ પુરુષ હોવાનો ખિતાબ ધરાવતા હતા. જોન આલ્ફ્રેડના પરિવારના જણાવ્યા અનુસાર ઉત્તર પશ્ચિમ ઇગ્લેન્ડમાં લિવરપૂલ પાસે એક કેયરહોમમાં અંતિમ શ્વાસ લીધા હતા. મૃતકનો જન્મ ૨૬ ઓગસ્ટ ૧૯૧૨માં થયો હતો. જોન આલ્ફ્રેડ ટિન્નિસવુડ લાંબી આયુ માટે ભાગ્યને શ્રેય આપતા હતા.
સેવાનિવૃત એકાઉન્ટટે પોતાના જીવનને ભરપૂર માણ્યું હતું. તેઓ કહેતા હતા કે તમે લાંબા સમય સુધી જીવતા રહેશો કે ઓછા સમય સુધી આ અંગે કશું જ કહી શકતા નથી. તેઓ સંયમિત જીવન જીવતા હતા. શરાબનું કયારેય સેવન કરતા ન હતા.ખોરાકમાં તેઓ માછલી અને ચિપ્સ વિશેષ લેતા હતા. જોનની સૌથી મોટી ખાસિયત એ હતી તેઓ સંકટ સમયે શાંત રહેતા હતા. ગણિતના જાણકાર અને બોલવામાં ખૂબજ માહિર હતા. ટિન્નિસવુડની પત્ની બ્લોડવેનનું ૧૯૮૬માં નિધન થયું હતું. સૌથી નવાઇની વાત તો એ છે કે ૧૦૦ વર્ષની ઉંમરથી લઇને ૧૧૦ વર્ષ સુધી દર વર્ષે કવીન એલિઝાબેથ પત્ર લખતી હતી.
પોતાના જીવનકાળ દરમિયાન 20 મી સદીમાં થયેલા બે વિશ્વયુધ્ધના સાક્ષી બન્યા હતા. યુવા પેઢીઓ માટે તેમની સલાહ હતી: "હંમેશા તમે કરી શકો તેટલું શ્રેષ્ઠ કરો, પછી ભલે તમે કંઈક શીખતા હોવ અથવા તમે કોઈને શીખવતા હોવ." તેમના પરિવારમાં તેમની પુત્રી સુસાન, ચાર પૌત્રો અને ત્રણ પૌત્ર-પૌત્રો છે. સૌથી વૃદ્ધ સત્તાવાર રીતે ચકાસાયેલ માણસ જાપાનના જીરોઈમોન કિમુરા હતા, જે 116 વર્ષ 54 દિવસ સુધી જીવ્યા અને 2013 માં મૃત્યુ પામ્યા હતા.વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા, અને સૌથી વૃદ્ધ જીવંત વ્યક્તિ, જાપાનની 116 વર્ષીય ટોમીકો ઇટુકા છે.