101 વર્ષની વય ધરાવતા દુનિયાના સૌથી વૃદ્ધ અબજપતિ, બીજા વિશ્વયુદ્ધ સમયે 29000 કરોડની સ્થાપી કંપની

વાર્ષિક રેવન્યૂ 3.5 બિલિયન ડૉલર

દુનિયાના સૌથી વૃદ્ધ અબજપતિનું નામ છે જ્યોર્જ જોસેફ, જે 101 વર્ષની વયે પણ એકદમ ફીટ છે.

Updated: Aug 12th, 2023


Google NewsGoogle News
101 વર્ષની વય ધરાવતા દુનિયાના સૌથી વૃદ્ધ અબજપતિ, બીજા વિશ્વયુદ્ધ સમયે 29000 કરોડની સ્થાપી કંપની 1 - image
Image Social Media

તા. 12 ઓગસ્ટ 2023, શુક્રવાર 

ભારતીય ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાના અંકલ કેશવ મહિન્દ્રાની વય 99 વર્ષ હતી. જોકે જ્યોર્જ જોસેફની વય 101 વર્ષ થઈ ચૂકી છે. તે કેશવ મહિન્દ્રાથી 2 વર્ષ મોટા છે. 

દુનિયાના સૌથી વૃદ્ધ અબજપતિનું નામ છે જ્યોર્જ જોસેફ. જે 101 વર્ષની વયે પણ એકદમ ફીટ છે. તે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકી સોલ્જર પાયલટ પણ રહી ચૂક્યા છે. 

જ્યોર્જ જોસેફે આશરે 29000 કરોડ રૂપિયાની કંપનીની સ્થાપના કરી હતી. આ કંપનીનું નામ મરકરી જનરલ કોર્પ છે. જેનું હેડક્વાર્ટર અમેરિકામાં આવેલું છે. 

ભારતીય ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાના અંકલ કેશવ મહિન્દ્રાની વય 99 વર્ષ હતી. જોકે જ્યોર્જ જોસેફની વય 101 વર્ષ થઈ ચૂકી છે. તે કેશવ મહિન્દ્રાથી 2 વર્ષ મોટા છે. 

કેશવ મહિન્દ્રા ફોર્બ્સ વર્લ્ડ્સ રિચેસ્ટ લિસ્ટ 2023માં સૌથી વધુ વયના અબજપતિ હતા. તેમનું નિધન 99 વર્ષની વયે થયું હતું. જોકે હાલના સમયે સૌથી વૃદ્ધ અબજપતિ જ્યોર્જ જોસેફ છે. ફોર્બ્સએ તેમને વર્લ્ડ રિચેસ્ટ લિસ્ટ 2023માં દુનિયાના સૌથી વૃદ્ધ અબજપતિ ગણાવ્યા છે. 

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યોર્જ જોસેફ અમેરિકી એરફોર્સના નેવિગેટર રહ્યા છે. તેમણે વર્લ્ડ વૉર દરમિયાન આશરે 50 મિશનમાં ભાગ લીધો હતો. ડોર ટુ ડોર સેલ્સમેન તરીકે શરૂઆત કર્યા બાદ જ્યોર્જ જોસેફે 29000 કરોડ રૂપિયાની કંપની ઊભી કરી દીધી. આ કંપનીની વાર્ષિક રેવન્યૂ 3.5 બિલિયન ડૉલર છે. 

જ્યોર્જ જોસેફે હાર્વર્ડ યુનિવર્સિટીથી મેથ અને ફિજિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. એરફોર્સ સોલ્જરથી લઈને અબજપતિ ઉદ્યોગપતિ બનવા સુધીની સફર અત્યંત રસપ્રદ રહી છે. જ્યોર્જ જોસેફની કમાણીનો આશરે 34 ટકા હિસ્સો તેમની પબ્લિક લિસ્ટેડ કંપનીના માધ્યમથી આવે છે. આ કંપની વાહન, હોમ અને ફાયર ઈન્શ્યોરન્સનું કામ કરે છે. 

દુનિયાના સૌથી વૃદ્ધ અબજપતિ જ્યોર્જ જોસેફની નેટવર્થ આશરે 10784 કરોડ રૂપિયા એટલે કે 1.3 બિલિયન ડૉલર છે. આટલી સંપત્તિ આ વયે કોઈપણ વ્યક્તિની નથી.



Google NewsGoogle News