શું તમે દુનિયામાં સૌથી વધુ વાર જોવામાં આવેલી તસ્વીર વિશે જાણો છો? કોણે કરી હતી આ તસ્વીર ક્લિક?
World's Most Viewed Image:આજે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં ફોટો અને વિડિયો કન્ટેન્ટ ભરપૂર પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે પરંતુ શું તમે જાણો છો કે, દુનિયામાં સૌથી વધુ વખત જોવામાં આવતો ફોટો કયો છે? શા માટે આ ફોટો વધુ વખત જોવામાં આવ્યો તેમજ કોણે ક્લિક કર્યો આ ફોટો?
મોટાભાગના લોકો ફોટોગ્રાફના શોખીન હોય છે. આજે, સોશિયલ મીડિયાના યુગમાં, લોકો મુસાફરીને બદલે ફોટા અને વીડિયો બનાવવા પર વધુ ધ્યાન આપે છે પરંતુ આજે અમે તમને એક એવા ફોટો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને દુનિયાભરમાં સૌથી વધુ વખત જોવામાં આવ્યો છે. હા, જાણો કયો ફોટો સૌથી વધુ વખત જોવામાં આવ્યો છે.
ફોટો
કહેવાય છે કે, એક ફોટો હજાર શબ્દો બરાબર છે પરંતુ જ્યારે લોકોને પૂછવામાં આવે છે કે કયો ફોટો અત્યાર સુધી સૌથી વધુ વખત જોવામાં આવ્યો છે, તો પહેલો વિચાર લોકોને લિયોનાર્ડો દ વિન્ચી અથવા પિકાઓની પેઇન્ટિંગને યાદ કરે છે પરંતૂ હકીકતમાં સૌથી વધુ જોવાયેલો ફોટો બીજો જ છે.
વિન્ડો ફોટો
સૌથી વધુ વાર જોવામાં આવેલ ફોટો વિન્ડોઝના XP વર્ઝન પર દેખાતો ફોટો છે. તમને જણાવી દઈએ કે 2001 અને 2007ની વચ્ચે આ તસવીર વિન્ડોઝ XP ડેસ્કટોપ પર વોલપેપર તરીકે સૌથી વધુ દેખાતી હતી. જોકે, આ પછી પણ ડેસ્કટોપ પર આ તસવીર યથાવત છે. આ તસવીરને લઈને મોટાભાગના લોકોનું માનવું હતું કે, તે નકલી છે અને દુનિયામાં આવી કોઈ જગ્યા નથી. લોકોને લાગ્યું કે તેને કોમ્પ્યુટરની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવમાં આ તસવીર વાસ્તવિક હતી.
મળતી માહિતી મુજબ, દૂરથી દેખાઈ રહેલા બ્લૂ આકાશ અને લીલા ઘાસના મેદાનોની આ તસવીર કેલિફોર્નિયાના સોનોમા ભાગની છે. આ ફોટો ફોટોગ્રાફર ચાર્લ્સ ઓરિયરે જાન્યુઆરી 1996માં કેપ્ચર કર્યો હતો. ચાર્લ્સે બપોરે આ તસવીર ક્લિક કરી હતી. તે સમયે તે તેની ગર્લફ્રેન્ડને મળવા જતો હતો. તેણે આ તસવીર પ્રવાસ દરમિયાન કેપ્ચર કરી હતી અને તેને કલ્પના પણ ન હતી કે તે વિશ્વમાં સૌથી વધુ જોવાયેલી તસવીરોમાંની એક બની જશે.
અગ્રણી ટેક કંપની માઇક્રોસોફ્ટ દ્વારા પોતાના વિન્ડોઝ XP એડિશનમાં વોલપેપર તરીકે આ તસવીર રજૂ કરવામાં આવી હતી. જે બાદ આ તસવીર વ્હાઇટ હાઉસથી રશિયન રાષ્ટ્રપતિના ઓફિશિયલ કોમ્પ્યુટર પર દેખાતી હતી.
2014થી પ્રતિબંધ લાદવામાં આવ્યો
2014માં, માઇક્રોસોફ્ટે તેને તેના વિન્ડોઝ ડેટામાંથી હટાવી દેવામાં આવી. આ નિર્ણય લેવામાં આવ્યો તે પહેલા 30 કરોડ કોમ્પ્યુટરમાં આ તસવીરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. હાલમાં, વિશ્વભરના 0.1 ટકા યુઝર્સ હજી પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે. ડેઈલીમેલના અહેવાલ મુજબ, આ પસંદગીના યુઝર્સમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ સામેલ છે. ચાર્લ્સ અનુસાર, તે ફોટોગ્રાફ્સમાં રંગોને વધારવા માટે ફ્યુઝી ફિલ્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.