બ્રિટિશ શાહી પરિવાર કરતાં 16 ગણો વધુ અમીર છે આ પરિવાર, સંપત્તિ વહેચે તો કેટલાય દેશોની દુર થઈ જાય ગરીબી
દુનિયાની સૌથી રોયલ ફેમિલી તરીકે બ્રિટીશ રાજને ઓળખવામાં આવે છે
1932 થી સાઉદી અરબમાં રાજવંશનું શાસન ચાલતુ હતું
Image Twitter @Royalfamily |
તા. 25 જુલાઈ 2023, મંગળવાર
સાઉદી અરેબિયામાં 1932થી સાઉદ રાજવંશનું શાસન ચાલે છે. 'સાઉદીનો રોયલ ફેમિલી' દુનિયાનો સૌથી અમીર શાહી પરિવાર છે. જેની અંદાજિત કુલ સંપત્તિ 1.4 ટ્રિલિયન યુએસ ડોલર છે. આ સપંત્તિ બ્રિટિશ રોયલ ફેમિલી કરતાં 16 ગણી વધારે છે. 1500 લોકોના શાહી પરિવારના દરેક સભ્ય પાસે બેમુસાર સંપત્તિ અને સુખ- સુવિધા છે.
દુનિયાની સૌથી રોયલ ફેમિલી તરીકે બ્રિટીશ રાજને ઓળખવામાં આવે છે
વિશ્વના કેટલાય દેશોના લોકતંત્ર લાગુ થયા પહેલા રાજા અને શાહી પરિવારોનું રાજ ચાલતું હતુ. જો કે હાલમાં આ પરંપરા ખત્મ થઈ ગઈ છે. પરંતુ આ રોયલ ફેમિલીની શાન આજે પણ પહેલાના જેવી જ છે. દુનિયાની સૌથી રોયલ ફેમિલી તરીકે બ્રિટીશ રાજને ઓળખવામાં આવે છે. જેને કેટલાય દેશો પર રાજ કર્યુ છે. પરંતુ દુનિયાનો સૌથી અમીર શાહી પરિવાર કોઈ બીજુ જ છે.
1932 થી સાઉદી અરબમાં રાજવંશનું શાસન ચાલતુ હતું
ધી રોયલ ફેમિલી ઓફ સાઉદી દુનિયામાં સૌથી અમીર શાહી પરિવાર છે.આ રોયલ ફેમિલીના ખજાનામાં સોના- ચાંદી અને કિંમતી હીરાઓથી લઈને ઘણુ બધુ છે. ભવ્ય મહેલમા કરોડોની લગ્જરી કારોનો કાફલો, અરબો રુપિયાના ક્રુઝ અને પ્રાઈવેટ જેટ સુધી સામેલ છે, સાઉદી અરબમાં 1932 થી રાજવંશનું રાજ ચાલતુ હતું.
Image -Twitter @KSAmofaEN |
આ પરિવારની અંદાજે કુલ સપંત્તિ 1.4 અરબ અમેરિકી ડોલર છે
આ દુનિયામાં સૌથી અમીર અને શક્તિશાળી પરિવારોમાંથી એક છે. જેમની અંદાજે કુલ સપંત્તિ 1.4 અરબ અમેરિકી ડોલર છે. આ સપંત્તિ બ્રિટિશ રોયલ ફેમિલીથી 16 ગણી વધારે છે. આ સમયે આ ફેમિલીના રાજા છે સલમાન બિન અબ્દુલ અજીજ અલ સઉદી છે. આ સાથે આ શાહી પરિવારમાં લગભગ 15000 લોકો સામેલ છે.