Get The App

દુનિયામાં પહેલીવાર ડૉક્ટરોએ માનવીનું સંપૂર્ણ Eye Transplant કર્યું, અમેરિકામાં 21 કલાક ચાલી સર્જરી

આ ટ્રાન્સપ્લાન્ટને એક મોટી સિદ્ધી માનવામાં આવી રહી છે

હજુ એ ન કહી શકાય કે દર્દીની આંખની રોશની પાછી આવશે કે નહીં

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
દુનિયામાં પહેલીવાર ડૉક્ટરોએ માનવીનું સંપૂર્ણ Eye Transplant કર્યું, અમેરિકામાં 21 કલાક ચાલી સર્જરી 1 - image

image : Twitter



US veteran gets world’s first eye transplant: અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં દુનિયાનું સૌ પ્રથમ આઈ ટ્રાન્સપ્લાન્ટ (Eye Transplant) કરાયું છે. ડૉક્ટર્સની ટીમે પહેલીવાર કોઈ માનવીની સંપૂર્ણ આંખોનું પ્રત્યારોપણ કર્યું હતું. 

21 કલાક ચાલ્યું ઓપરેશન 

આ ઓપરેશને આશરે 21 કલાક સુધી ચાલ્યું હોવાની માહિતી અપાઈ છે. ઓપરેશન બાદ દુનિયાને તેના વિશે માહિતી આપવામાં આવી હતી. આ ટ્રાન્સપ્લાન્ટને એક મોટી સિદ્ધી માનવામાં આવી રહી છે પરંતુ હજુ એ ન કહી શકાય કે દર્દીની આંખની રોશની પાછી આવશે કે નહીં? 

અત્યાર સુધી ફક્ત કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ જ થતું હતું 

સર્જિકલ ટીમને લીડ કરી રહેલા ડૉ. એડુઆર્ડો રોડ્રિગ્ઝે કહ્યું કે સર્જરીના 6 મહિના બાદ ટ્રાન્સપ્લાન્ટ કરાયેલી આંખોનમાં સારી રીતે કામ કરતી રક્તવાહિનીઓ અને રેટિન દેખાવા લાગશે. તેના પછી જ કંઈક કહી શકાશે કે દર્દી જોઈ શકશે કે નહીં. અમને આ સર્જરી પૂરી કરતાં 21 કલાકનો સમય લાગ્યો હતો. સંપૂર્ણ આંખનું પ્રત્યારોપણ કરાયું છે. એક એક મોટું પગલે છે. જેના વિશે સદીઓથી વિચારવામાં આવી રહ્યું હતું પણ ક્યારેય સંભવ ન થયું. અત્યાર સુધી ડૉક્ટરો ફક્ત આંખનું આગામી લેયર કોર્નિયાનું જ ટ્રાન્સ્પ્લાન્ટ કરી શકાય હતા પણ હવે એક સંપૂર્ણ આંખનું પ્રત્યારોપણ થયું છે. આશા છે કે પરિણામ સકારાત્મક આવશે. 



Google NewsGoogle News