રશિયા અને યુક્રેન સાયબર ક્રાઇમના ગઢ, જાણો, ભારતને સાયબર એટેકનો ખતરો કેટલો ?
ઓકસફોર્ડ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સનો સાયબર ક્રાઇમ પર સ્ટડી
વિશ્વમાં પ્રથમવાર સાયબર ઇન્ડેક્ષ જાહેર કરવામાં આવ્યો હતો
ન્યૂયોર્ક, 15 એપ્રિલ,2024, સોમવાર
વિશ્વમાં પ્રથમવાર મેપિંગ ગ્લોબલ જિયોગ્રાફી સાયબર ક્રાઇમ ઇન્ડેક્ષની રચના કરવામાં આવી છે. સાયબર ગુનાઓ વધતા જાય છે ત્યારે કયા દેશમાં વધુ ગુનાઓ થાય છે તે જાણી શકાશે. પ્રાપ્ત માહિતી અનુસાર સાઇબર ક્રાઇમ ઇન્ડેક્ષ હેઠળ ૧૫ દેશોના નામ છે. સાયબર ઇન્ડેક્ષ મુજબ રશિયા સાયબર ક્રાઇમનો ગઢ ગણાય છે. ૫૮.૩૯ અંકો સાથે સાયબર ગુનાની શકયતા સૌથી વધુ શકયતા છે.
યુક્રેનને સાયબર ગુનામાં બીજુ અને ચીનને ત્રીજુ સ્થાન મળ્યું છે. યુક્રેનને ૩૬.૪૪ અને ચીનની ૨૭.૮૬ અંક મળ્યા છે. સંશોધકોનું માનવું છે કે રશિયા, યુક્રેન અને ચીન ઉપરાંત અમેરિકા, રોમાનિયા અને નાઇજીરિયા જેવા દેશોનો સમાવેશ સાયબર ક્રાઇમની ટોપ ટેન સૂચીમાં સમાવેશ થાય છે. સાયબર સૂચિમાં ૬.૧૩ અંક સાથે ભારતનું સ્થાન ૧૦માં ક્રમે છે.
સાયબર નિષ્ણાતોનું માનવું છે કે ભારતમાં ટેકનિકલી સાયબર ક્રાઇમ અપરાધીઓનો તો ખતરો તો નથી પરંતુ સ્કેમ કે ધોખાઘડીનું મોટું કેન્દ્ર છે. સાયબર ક્રાઇમના ટોપ ટેન દેશ ઉપરાંત ઉત્તર કોરિયા, બ્રિટન, બ્રાઝિલ, બેલારુસ, ઘાના અને દક્ષિણ આફ્રિકાને પણ મોટો ખતરો રહેલો છે.
આ અંગેનો સ્ટડી ઓકસફોર્ડ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સના નિષ્ણાતોએ સાયબર ક્રાઇમ પર ગ્લોબલ સ્ટડી કરી હતી તેના આધારે ઇન્ડેક્ષ તૈયાર કરવામાં આવી હતી. આ રિપોર્ટમાં રેંસમવેયર, ક્રેડિટકાર્ડ ચોરી અને ફ્રોડ સહિતના જુદી જુદી કેટેગરીના મુખ્ય હોટ સ્પોટની ઓળખ કરવામાં આવી છે.