વિશ્વનો પ્રથમ કેસ! ઓસ્ટ્રેલિયામાં 64 વર્ષીય વૃદ્ધાના મગજમાંથી મળી આવ્યો જીવતો કીડો, ડોક્ટર્સ પણ દંગ રહી ગયા
Image Source: Twitter
- મહિલાના મગજમાંથી આ જીવતો કીડો મળી આવવો એટલા માટે પણ અજીબ છે કારણ કે, તે સામાન્ય રીતે સાપોમાં જોવા મળે છે
નવી દિલ્હી, તા. 29 ઓગષ્ટ 2023, મંગળવાર
ઓસ્ટ્રેલિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્યાં એક 64 વર્ષની મહિલાના મગજમાંથી જીવતો કીડો મળી આવ્યો છે. આને વિશ્વનો પ્રથમ કેસ ગણાવવામાં આવી રહ્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે, આ તેમના કરિયરનો પણ પ્રથમ કેસ છે. મહિલામાં નિમોનિયા, પેટમાં દુ:ખાવો, સુખી ઉધરસ, તાવ અને રાત્રે પરસેવો આવવો જેવા તમામ લક્ષણો સામે આવ્યા હતા. ડોક્ટર વર્ષ 2021થી જ તેમનું સ્ટેરોઈડ અને અન્ય દવાઓથી ઈલાજ કરી રહ્યા છે.
2022માં મહિલામાં ડિપ્રેશન અને ભુલવાની બીમારીના લક્ષણો પણ સામે આવ્યા હતા. ત્યારબાદ ડોક્ટર્સે તેમના મગજનું MRI સ્કેન કર્યું. જેમાં કંઈક ગડબડ સામે આવી. ત્યારબાદ સર્જરી કરવાની સલાહ આપવામાં આવી. પરંતુ બાદમાં જાણ થઈ કે, તેમના મગજમાં જીવતો કીડો છે.
કૈનબરામાં એક સંક્રામક રોગ વિશેષજ્ઞ ડો. સંજય સેનાનાયકે જણાવયું કે, ન્યૂરોસર્જને સર્જરી એટલા માટે ન કરી કારણ કે, તેમને મહિલાના મગજમાં કોઈ જીવતા કીડો હોવાની જાણ થઈ. સેનાનાયક પણ તે જોઈને દંગ રહી ગયા. જ્યારે તેમણે સર્જનને ફોન કરીને જણાવ્યું કે, હે ભગવાન. તમે વિશ્વાસ નહીં કરશો કે, મને મહિલાના મગજમાં શું મળ્યું છે. તે જીવીત છે.
આ કીડો સાપોમાં જોવા મળે છે
સર્જિકલ ટીમને જે મળ્યો તે 3 ઈંચ લાંબો, ચમકીલા લાલ રંગનો પેરાસાઈટ રાઉન્ડવોર્મ હતો. જેને વૈજ્ઞાનિકો ઓફિડાસ્કરિસ રોબર્ટસીના નામથી જાણે છે. તે મહિલાના મગજમાં ફરી રહ્યો હતો. મહિલાના મગજમાંથી તે મળવો એટલા માટે પણ અજીબ છે કારણ કે, તે સામાન્ય રીતે સાપોમાં જોવા મળે છે માણસોમાં નહીં. આ વિશેષ પ્રકારનો રાઉન્ડવોર્મ (કીડો) કાર્પેટ પાયથંસમાં મળી આવે છે જે કંસ્ટ્રિક્ટરની એક મોટી પ્રજાતિ છે. તે ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા અને પાપુઆ ન્યુ ગિનીમાં મળી આવે છે.
ડોક્ટર્સ એ સમજી નહોતા સકતા કે, સાપોમાં મળી આવતો કીડો મહિલાના શરીર સુધી કેવી રીતે પહોંચ્યો. તેનો સાપો સાથે કોઈ સીધો સંપર્ક ન થયો પરંતુ તેમના ઘરની નજીકની ઝીલ પર ઘણા સાપ રહે છે. એક્સપર્ટ્સનું અનુમાન છે કે, એવું શક્ય બની શકે કે, પાલક જેવી ખાવાની વસ્તુ પર કીડાના ઈંડા આવી ગયા હોય જેને મહિલા ખાઈ ગઈ હોય. મહિલા ખાવા માટે પાલક ઉગાડતી હતી તો માનવામાં આવી રહ્યું છે કે, કીડાનું ઈંડું તેના પર જ આવ્યુ હશે.