Get The App

27 કલાકમાં કરી વિશ્વની સૌથી મોટી ચોરી, 900 કરોડ લૂંટ્યા પહેલા બૅન્ક લોકરમાં બનાવ્યું લંચ-ડિનર!

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
27 કલાકમાં કરી વિશ્વની સૌથી મોટી ચોરી, 900 કરોડ લૂંટ્યા પહેલા બૅન્ક લોકરમાં બનાવ્યું લંચ-ડિનર! 1 - image


Image: Freepik

France Bank Robbery 1976: વિશ્વમાં બૅંક લૂંટની ઘણી ઘટનાઓ સાંભળવા મળશે પરંતુ ફ્રાંસની સોસાયટી જનરલ બૅંક રોબરી અનોખી છે. અહીં અદ્ભુત શબ્દનો ઉપયોગ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કેમ કે આ લૂંટનો આરોપી એક સામાન્ય ફોટોગ્રાફર હતો અને તેણે 27 કલાકમાં વિશ્વની સૌથી સુરક્ષિત મનાતી બૅંકમાંથી 900 કરોડ રૂપિયા ચોરી લીધા હતા પરંતુ કોઈને અણસાર પણ આવવા દીધો નહોતો. 

સદીની સૌથી મોટી ચોરી

19 જુલાઈ 1976એ ફ્રાંસના નીસ શહેરમાં થયેલી આ ચોરીએ લોકોને ચોંકાવી દીધા હતા. આ ચોરી વિશ્વની સૌથી સુરક્ષિત મનાતી સોસાયટી જનરલ બૅંકમાં થઈ હતી. જેમાં સિક્યોરિટી ઍલાર્મ એ વિચારીને લગાવવામાં આવ્યુ નહોતું કે આ બૅંકમાં ચોરી કરવી અસંભવ છે. ત્યાં સિક્યોરિટી ઍલાર્મ લગાવવાની જરૂર જ નથી પરંતુ આ ઓવરકોન્ફિડેન્સ જ બૅંક પર ભારે પડી ગયો. ચોરોએ ચોક્કસાઈથી તેમાં પ્રવેશ કર્યો અને તિજોરીની અંદર 27 કલાક વિતાવ્યા.

બૅંક કર્મચારીઓથી સિક્યોરિટી વોલ્ટ ખુલ્યું નહીં

જ્યારે સવારે બૅંકના કર્મચારી પહોંચ્યા ત્યારે ચોરીની જાણ થઈ અને તેમણે દરરોજની જેમ બૅંકના વોલ્ટને અનલોક કરીને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ તમામ પ્રયત્નો બાદ પણ વોલ્ટ ના ખૂલતાં વોલ્ટ બનાવનારી કંપનીમાંથી એક્સપર્ટને બોલાવવામાં આવ્યા પરંતુ જેને તેઓ વોલ્ટ જામ થઈ ગયાનો મામલો સમજી રહ્યા હતા તેના કરતાં તે ખૂબ મોટી ઘટના હતી.

વોલ્ટમાં હોલ પાડીને જોયું તો ચોંકી ગયા

બૅંકની સામે જ્યારે ગ્રાહકોની ભારે ભીડ જમા થઈ ગઈ અને બૅંકનું વોલ્ટ ના ખુલવાના કારણે એક્સપર્ટ્સે વોલ્ટમાં હોલ પાડીને અંદર ઝાંખવાનો નિર્ણય લીધો, જેથી સમજી શકાય કે વોલ્ટ ખુલવામાં શું સમસ્યા આવી રહી છે. પછી પણ બૅંકમાં લૂંટ થવાની વાત તો તેમના મગજમાં આવી નહોતી કેમ કે વોલ્ટના દરવાજા પર કોઈ પણ પ્રકારની ફોર્સ એન્ટ્રીના નિશાન નહોતા, જેનાથી એ લાગી શકે કે કોઈએ તેને ખોલ્યું હોય કે ખોલવાનો પ્રયત્ન કર્યો હોય. 

જ્યારે વોલ્ટની દિવાલમાં હેવી ડ્રિલિંગ મશીનથી હોલ પાડીને અંદર જોયું તો ખબર પડી કે કોઈએ વેલ્ડિંગ કરીને અંદરથી વોલ્ટના દરવાજાને બંધ કરી દીધો હતો. આ સ્થિતિ જોઈને બૅંક કર્મચારીઓ ચોંકી ગયા. ત્યાં ઘણા લોકર ખુલ્લા પડ્યા હતા, જેમાથી કિંમતી સામાન ગાયબ હતો, રોકડ ગાયબ હતી. ગણતરી કરતાં ખબર પડી કે લગભગ 900 કરોડ રૂપિયાની આ ચોરી હતી. 

બૅંક લૂંટારુઓને પોલીસ શોધી શકી નહીં

બૅંકના આ વોલ્ટની અંદર જવાનો એકમાત્ર રસ્તો દરવાજો હતો. પછી ચોર વોલ્ટની અંદર કેવી રીતે પહોંચ્યા આ વાત કોઈને સમજાઈ નથી. ચોર સુધી કેવી રીતે પહોંચવું તેની કોઈ કડી મળી રહી નહોતી. આ તો લાંબા સમય બાદ ચોરોમાંથી એકે પોતાની ગર્લફ્રેન્ડના ચક્કરમાં એક ભૂલ કરી દીધી અને તેની તપાસથી એક કડી મળી જેણે આ બૅંક રોબરીના ચોરો વિશે ખુલાસો કર્યો. 

ફોટોગ્રાફરે કર્યું હતું રોબરીનું પ્લાનિંગ

તપાસમાં ખબર પડી કે ફ્રાંસની બૅંકથી 900 કરોડ રૂપિયાની ચોરી કરનારી ગેંગનો માસ્ટરમાઇન્ડ એક ફોટોગ્રાફર હતો. આ ફોટોગ્રાફરે બૅંકમાં એક લોકર ખોલાવ્યું અને તેને ઓપરેટ કરવાના બહાને ઘણી વખત વોલ્ટમાં ગયો, વોલ્ટમાં જઈ દરેક ભાગના સંતાઈને ફોટોગ્રાફ ખેંચ્યા.  

બૅંકમાં સિક્યોરિટી ઍલાર્મ નહોતું

બૅંકમાં સિક્યોરિટી ઍલાર્મ કેવું છે અને તેના એક્ટિવ થવા પર સુરક્ષા કર્મચારીઓનો કેવો રિસ્પોન્સ હોય છે એ જાણવા માટે ફોટોગ્રાફર આલ્બર્ટ સ્પાઝિયારીએ પોતાના લોકરમાં એલાર્મ વગાડીને ઘડિયાળ પણ મૂકી. જે રાત્રે વાગતી હતી પરંતુ બૅંકમાં તો એ વિચારીને સિક્યોરિટી ઍલાર્મ નહોતું લગાડવામાં આવ્યું કે આ સૌથી સુરક્ષિત બૅંકમાં ચોરી કરવાનું કોઈ વિચારી પણ શકતું નથી. બસ, આ જ ભૂલ ભારે પડી ગઈ. ફોટોગ્રાફરે આ લૂપ હોલનો ફાયદો ઉઠાવ્યો અને ચોરીનું પ્લાનિંગ કરવાનું શરુ કરી દીધું. 

ચોરી માટે ટનલ બનાવી

એક વેબ સિરીઝના ફોટોગ્રાફરે બૅંકના વોલ્ટમાં પહોંચવા માટે ટનલ બનાવવાનું પ્લાનિંગ કર્યું જેથી તે અંડરગ્રાઉન્ડ રસ્તાથી તેમાં પ્રવેશ કરે. આ માટે તેણે ચાલાકીથી બૅંકની આસપાસની ગટર લાઇનનો પૂરો નક્શો કાઢ્યો. ટનલ બનાવવા માટે તેણે એક ગેંગસ્ટર સાથે સંપર્ક કર્યો અને પછી તેના સભ્યોની સાથે મળીને ટનલ બનાવી. જેનો એક ભાગ ગટર લાઇનમાં નીકળતો હતો. 

27 કલાકમાં કરી ચોરી

ટનલના માર્ગે ચોર બૅંકના વોલ્ટમાં પહોંચ્યા, આ માટે તેમણે ઘણા હેવી ગેસ કટરનો ઉપયોગ કર્યો. પછી વોલ્ટની અંદર પહોંચીને આરામથી રૂપિયા કાઢ્યા, ઘણા લોકર તોડીને તેમાંથી કિંમતી દાગીના વગેરે બહાર કાઢ્યા. આ દરમિયાન વોલ્ટમાં લંચ અને ડિનર પણ બનાવ્યું અને ખાધું. પછી બધું જ સમેટીને વોલ્ટના દરવાજાને અંદરથી વેલ્ડિંગની મદદથી બંધ કરીને જતા રહ્યા. 

બૅંક માટે મેસેજ 

ચોરી કર્યાં બાદ જતી વખતે ચોરો દિવાલ પર સ્પ્રેથી ફ્રેંચમાં એક મેસેજ પણ લખીને ગયા- 'Sans armes sans haine et sans violence' જેનો અર્થ છે, 'ચોરી તે પણ હથિયાર વિના, નફરત વિના અને હિંસા વિના.'

તે સમય અનુસાર આ લૂંટ 20 મિલિયન ડોલરથી પણ વધુની હતી. જેની આજના જમાનામાં કિંમત 110 મિલિયન ડોલર એટલે કે 900 કરોડ ભારતીય રૂપિયા બરાબર છે. તેની ગણતરી દુનિયાની સૌથી મોટી લૂંટમાં થાય છે. બાદમાં ફોટોગ્રાફર આલ્બર્ટ સ્પેઝિયારીએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો અને તેને આજીવન કેદની સજા થઈ.


Google NewsGoogle News