20,000 લોકો રહે છે આ બિલ્ડિંગમાં, જાણે આખું શહેર જ હોય, VIDEO જોઈ બધા ચોંક્યા
World's Biggest Residential Building: હાલ એક બિલ્ડિંગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને દુનિયાની સૌથી મોટી રેસિડેન્શિયલ બિલ્ડિંગ કહી શકાય. આ રિજન્ટ ઈન્ટરનેશનલ નામની બિલ્ડિંગ કુલ 675 ફૂટ ઉંચી છે. જે ચીનના કિઆંગજિયાંગ સેન્ચ્યુરી સિટીમાં આવેલી છે. જેને એક વિશાળ એપાર્ટમેન્ટ કેમ્પસ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
વિશ્વની સૌથી મોટી રેસિડેન્શિયલ બિલ્ડિંગ
S આકારમાં બનેલી આ બિલ્ડિંગનું કેમ્પસ 1.47 મિલિયન ચોરસ મીટરમાં ફેલાયેલું છે. તેમજ તેમાં 39 માળના ટાવર્સમાં હજારો અપસ્કેલ એપાર્ટમેન્ટ્સ છે. જેમાં 20,000 થી વધુ લોકો રહે છે. જો કે, આ બિલ્ડિંગમાં મહત્તમ 30,000 લોકો બેસી શકે છે. આ રીતે, આ ઇમારત વિશ્વની સૌથી મોટી રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે.
સ્કૂલ તેમજ હોસ્પિટલ બધું જ છે આ કેમ્પસમાં
આ બિલ્ડિંગના કેમ્પસમાં શોપિંગ સેન્ટર, રેસ્ટોરાં, સ્કૂલ, હોસ્પિટલો અને તમામ મનોરંજન સુવિધાઓ છે. રહેવાસીઓને મોર્ડન ફિટનેસ સેન્ટર, ફૂડ કોર્ટ, ઇન્ડોર સ્વિમિંગ પૂલ, કરિયાણાની દુકાનો, સલૂન અને વિશાળ બગીચાઓ પણ છે. જેથી એવું કહી શકાય કે રહેવાસીઓની તમામ જરૂરીયાત આ કેમ્પસમાં જ પૂરી થઈ જાય છે.
બિલ્ડિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ વિશાળ બિલ્ડિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ છે. જેમાં લોકો આ બિલ્ડિંગથી પ્રભાવિત થઈ રહ્યા છે અને આ બિલ્ડિંગના આર્કિટેક્ચરના વખાણ કરતા કહી રહ્યા છે કે એક છત નીચે રાખવા આટલા લોકોને રાખવા એ એક મોટી વાત છે. તો કોઈ ચિંતા પણ વ્યકત કરી રહ્યા છે કે જો ભૂકંપના કારણે આ બિલ્ડિંગ પડી જશે તો એકસાથે 20,000થી વધુ લોકોના મોત થઈ શકે છે.