Get The App

દુનિયાની સૌથી ખતરનાક પરીક્ષા, બે દિવસ 10 કલાક પેપર લખવું પડે, પાસ થાઓ તો શું મળે?

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
દુનિયાની સૌથી ખતરનાક પરીક્ષા, બે દિવસ 10 કલાક પેપર લખવું પડે, પાસ થાઓ તો શું મળે? 1 - image


World Most Difficult Exam: ભારતમાં સૌથી અઘરી પરીક્ષા UPSCને માનવામાં આવે છે. જાપાનની સૌથી અઘરી પરીક્ષા JLPT છે, પરંતુ એક પરીક્ષા એવી પણ છે જે આ તમામ પરીક્ષાઓ કરતાં ખૂબ જ ખતરનાક અને પડકારરૂપ છે. આ સૌથી ખતરનાક પરીક્ષાનું નામ 'ગાઓકાઓ' (Gaokao) છે. આ પરીક્ષા ચીનની કૉલેજ અને યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માટે આયોજિત કરવામાં આવે છે. આ વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક છે. 

બે દિવસ 10 કલાક પેપર લખવું પડે

આ પરીક્ષાને 'ધ વર્લ્ડ રેન્કિંગ'માં પ્રથમ સ્થાન મળ્યું છે. ચાઇનીઝ ભાષામાં ગાઓકાઓ એટલે સૌથી હાઇ એક્ઝામ છે. આ ચીનની એક એન્ટ્રેસ પરીક્ષા છે, જે પરીક્ષા ચીનની કૉલેજોમાં એડમિશન માટે લેવામાં આવે છે. આ પરીક્ષા કુલ 750 માર્ક્સ માટે હોય છે અને તેનો કટઑફ 600 છે. આ પરીક્ષા બે દિવસ માટે લેવામાં આવે છે. વિદ્યાર્થીઓએ દરરોજ 10 કલાક પેપર આપવાનું હોય છે.

આ પણ વાંચો: રોહિત શર્મા બહાર થયો તો આ સ્ટાર ખેલાડીની ટીમ ઈન્ડિયામાં થશે એન્ટ્રી, આકાશદીપની જગ્યાએ કૃષ્ણા રમી શકે

ચીટિંગ કરનારા વિદ્યાર્થીઓને કડક સજાની જોગવાઈ

આ પરીક્ષામાં ચીટિંગ કરનારા વિદ્યાર્થીઓને કડક સજાની જોગવાઈ છે. આ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવનાર કેન્ડિડેટ્સને ટોપ કૉલેજમાં એડમિશન મળે છે. વર્ષ 2013ની ગાઓકાઓ પરીક્ષામાં 1.29 મિલિયન વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષામાં પરીક્ષા કેન્દ્ર પર પોલીસ અને આર્મીની તહેનાતી કરવામાં આવે છે અને બસ દ્વારા પરીક્ષા આપવા આવી રહેલા વિદ્યાર્થીઓની દેખરેખનું ધ્યાન ટ્રાફિક પોલીસ રાખે છે. આ પરીક્ષામાં ચીની ભાષા અને સાહિત્ય, ગણિત, વિદેશી ભાષાઓ (સામાન્ય રીતે અંગ્રેજી) અને વિભિન્ન વિજ્ઞાન સહિત ઘણા વિષયોના સવાલ પૂછવામાં આવે છે. 


Google NewsGoogle News