Get The App

તિબેટમાં દુનિયાનો સૌથી મોટો ડેમ બનાવશે ચીન, ભારત-બાંગ્લાદેશ માટે ખતરો વધ્યો

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
તિબેટમાં દુનિયાનો સૌથી મોટો ડેમ બનાવશે ચીન, ભારત-બાંગ્લાદેશ માટે ખતરો વધ્યો 1 - image


World's Largest Hydropower Dam: મધ્ય ચીનમાં સ્થિત થ્રી ગોર્જેસ ડેમ વર્તમાનમાં વિશ્વનો સૌથી મોટો ડેમ છે. ચીને તેનાથી પણ સૌથી વધુ શક્તિશાળી ડેમને લીલી ઝંડી આપી દીધી છે. નવો ડેમ તિબેટ પઠારના પૂર્વીય છેડા પર, યારલુંગ જાંગ્બો નદી પર બાંધવામાં આવશે. જે વાર્ષિક 300 બિલિયન કિલોવોટ ઉર્જા ઉત્પન્ન કરશે. થ્રી ગોર્જેસ ડેમની 88.2 બિલિયન કિલોવોટ પ્રતિ કલાકની ડિઝાઇન ક્ષમતામાં ત્રણ ગણો વધારો કરશે. ચીનના આ પ્રસ્તાવિત ડેમમાંથી ભારત અને બાંગ્લાદેશમાં લાખો લોકોને અસર થશે.

ચીનના સરકારી ઉર્જા નિગમના આ પ્રોજેક્ટથી દેશના કાર્બન ન્યૂટ્રેલિટીના લક્ષ્યો હાંસલ કરવામાં મદદ મળશે. અધિકારીઓએ જણાવ્યું કે, તેનાથી એન્જિનિયરિંગ જેવી ઇન્ડસ્ટ્રીમાં તેજી આવશે અને તિબેટમાં રોજગારી સર્જન થશે.

આ પણ વાંચોઃ ગાઝામાંથી સૈન્ય નહીં હટાવીએ, હમાસને ફરી ક્યારેય સત્તા નહીં મળે', નેતન્યાહૂનું મોટું એલાન

ક્યાં બનશે વિશ્વનો સૌથી મોટો ડેમ

યારલુંગ જાંગ્બો નદીમાં 6561 ફૂટની ઊંચાઈ પર આ ડેમ બાંધવામાં વશે. થ્રી ગોર્જેસ ડેમ બાંધવાનો ખર્ચ 34.83 અબજ ડૉલર થશે. જેમાં વિસ્થાપિત થયેલા 14 લાખ લોકોનું પુનઃવર્સન પણ કરાશે. 

ભારત-બાંગ્લાદેશની ચિંતા વધશે

ચીને હજી સ્પષ્ટતા કરી નથી કે, આ પ્રોજેક્ટ હેઠળ કેટલા લોકોને વિસ્થાપિત કરવામાં આવશે. જો કે, તેના અધિકારીઓએ જણાવ્યું છે કે, ડેમથી પર્યાવરણ કે જળ પુરવઠા પર કોઈ અસર નહીં થાય. યારલુંગ જાંગ્બો તિબેટથી નીકળી દક્ષિણમાં ભારતના અરુણાચલ પ્રદેશ અને અસમ રાજ્યોમાં વહી અંતે બાંગ્લાદેશમાં આવતાં આવતાં બ્રહ્મપુત્ર નદીમાં ભળી જાય છે. આ બંધથી નદીના પ્રવાહ અને દિશામાં ફેરફાર થવાની ભીતિ છે. જેથી ભારત અને બાંગ્લાદેશને મળતાં પાણીના પ્રવાહ અને પુરવઠામાં ઘટાડો થઈ શકે છે.

તિબેટમાં દુનિયાનો સૌથી મોટો ડેમ બનાવશે ચીન, ભારત-બાંગ્લાદેશ માટે ખતરો વધ્યો 2 - image


Google NewsGoogle News