દુનિયા માત્ર યુરોપ પૂરતી સિમિત નથી, રશિયાના વિદેશ મંત્રીએ એસ.જયશંકરના નિવેદનને સમર્થન આપ્યુ
મોસ્કો,તા.28.નવેમ્બર.2023
થોડા સમયે પહેલા યુરોપની મુલાકાતે ગયેલા ભારતના
વિદેશ મંત્રી એસ જયશંકરે નિવેદન આપ્યુ હતુ કે, યુરોપ જ દુનિયા નથી.યુરોપ સીવાય પણ બીજે દુનિયાનુ અસ્તિત્વ છે.યુરોપે
હવે એ માનસિકતામાંથી બહાર આવવાની જરુર છે જેમાં તેને લાગે છે કે, યુરોપની સમસ્યાઓ દુનિયાની સમસ્યાઓ છે અને દુનિયાની સમસ્યાઓ યુરોપની
સમસ્યા નથી.
હવે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે પણ
પોતાના નિવેદનમાં ભારતના વિદેશ મંત્રીના દુનિયામાં બદલાઈ રહેલી વ્યવસ્થાને સમર્થન
આપ્યુ છે અને કહ્યુ છે કે, દુનિયા માત્ર યુરોપ પૂરતી સિમિત
નથી.તેના કરતા ઘણી વધારે છે.
મોસ્કોમાં યોજાયેલા એક કાર્યક્રમમાં લાવરોવે
કહ્યુ હતુ કે, આજે દુનિયામાં ઘણા બદલાઈ થઈ રહ્યા
છે.પહેલા દુનિયાના અમુક જ દેશોને વૈશ્વિક સ્તરે મહત્વ મળતુ હતુ અને તે પણ મોટાભાગે
પશ્ચિમના જ દેશો હતા અને તેની પાછળ કારણો પણ હતા.જોકે હવે વૈશ્વિક સ્તરે નવા
ખેલાડીઓ ઉભરી રહ્યા છે અને તેમાં ગ્લોબલ સાઉથ અને ગ્લોબલ ઈસ્ટના દેશોનો સમાવેશ થાય
છે.તેમની સંખ્યા પણ ઘણી વધારે છે.સાચા અર્થમાં વૈશ્વિક સ્તરે આ દેશોની બહુમતી
છે.હવે વિવિધ દેશો પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપે અને બીજા દેશોને નહીં.
ઉલ્લેખનીય છે કે, યુક્રેન સાથે જંગ છેડવા બદલ પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો
લગાવ્યા છે.જેના કારણે રશિયાના વિદેશ મંત્રી તક મળે ત્યારે પશ્ચિમના દેશો પર નિશાન
સાધવાનુ ચુકતા નથી.