ટોપ-50 શહેરોમાં ન્યુયોર્ક સૌથી શ્રેષ્ઠ, ભારતના ફક્ત મુંબઈનો સમાવેશ, 20000 લોકો પર કરાયો સરવે
ગ્લોબલ મીડિયા અને હોસ્પિટાલિટી બિઝનેસ ગ્રુપ 'ટાઈમ આઉટ' એ વર્ષ 2024માં વિશ્વના શ્રેષ્ઠ શહેરોની યાદી બહાર પાડી
image : Pixabay |
Best Cities In The World : ગ્લોબલ મીડિયા અને હોસ્પિટાલિટી બિઝનેસ ગ્રુપ 'ટાઈમ આઉટ' એ વર્ષ 2024માં વિશ્વના શ્રેષ્ઠ શહેરોની યાદી બહાર પાડી છે. જેમાં આ યાદીમાં અમેરિકાનું ન્યુયોર્ક શહેર ટોપ પર રહ્યું છે. જ્યારે ટોપ-50 દેશોની આ યાદીમાં ભારતનું માત્ર મુંબઈ શહેર જ સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે.
બીજા ક્રમે કયો દેશ?
આ યાદીમાં દક્ષિણ આફ્રિકાનું કેપટાઉન બીજા સ્થાને છે. ત્યારે લંડન ત્રીજા સ્થાને, બર્લિન ચોથા સ્થાને અને મેડ્રિડ પાંચમા સ્થાને છે. આ યાદીમાં સ્થાન મેળવનાર ભારતના એકમાત્ર શહેર મુંબઈને 12મું સ્થાન મળ્યું છે. ન્યુયોર્કને તેના ખોરાક, સાંસ્કૃતિક વિવિધતા અને અદભૂત નાઈટ લાઈફ માટે પ્રથમ સ્થાન મળ્યું છે.
આ સરવે કેવી રીતે કરાયો?
ટાઇમ આઉટે આ વર્ષનું રેન્કિંગ પબ્લિક સરવે અને તેની ઈન્ટરનેશનલ ટીમ વતી આપવામાં આવેલી એક્સપર્ટ ઈનસાઈટ પર આધારિત છે. તેના માટે આશરે 20,000 જેટલા શહેરીજનો પર સરવે કરાયો હતો.
આ છે દુનિયાના ટોપ 20 શહેરો
1. ન્યુયોર્ક સિટી, અમેરિકા
2. કેપટાઉન, દક્ષિણ આફ્રિકા
3. બર્લિન, જર્મની
4. લંડન, બ્રિટન
5. મેડ્રિડ, સ્પેન
6. મેક્સિકો સિટી, મેક્સિકો
7. લિવરપૂલ, બ્રિટન
8. ટોક્યો, જાપાન
9. રોમ, ઇટાલી
10. પોર્ટો, પોર્ટુગલ
11. પેરિસ, ફ્રાન્સ
12. મુંબઈ, ભારત
13. લિસ્બન, પોર્ટુગલ
14. શિકાગો, અમેરિકા
15. માન્ચેસ્ટર, બ્રિટન
16. સાઓ પાઉલો, બ્રાઝિલ
17. લોસ એન્જલસ, અમેરિકા
18. એમ્સ્ટર્ડમ, નેધરલેન્ડ
19. લાગોસ, નાઇજીરિયા
20. મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા
કેમ યાદી બનાવાઈ?
શ્રેષ્ઠ શહેરોની યાદી બનાવવાનો હેતુ વિશ્વના વિવિધ શહેરોમાં રહેવાનો અનુભવ બતાવવાનો અને ત્યાંની અનોખી વસ્તુઓની ઝલક આપવાનો છે. યાદી બનાવવા માટે આ વર્ષે ટાઈમ આઉટે સ્થાનિકોને પણ પૂછ્યું કે તેમનું શહેર તેમને કેવો અનુભવ કરાવે છે અને શું ત્યાં સામાજિક જોડાણો બનાવવાનું સરળ છે.