કૃષિથી લઈને શિક્ષા સુધી દરેક ક્ષેત્રે AIનો ઉપયોગ વધી રહ્યો છે, ત્યારે વૈશ્વિક કક્ષાએ ભારતની સ્થિતિ શું?

AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને સરળ શબ્દોમાં કહીએ તો, તે માનવ જેવી બુદ્ધિ

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
કૃષિથી લઈને શિક્ષા સુધી દરેક ક્ષેત્રે AIનો ઉપયોગ વધી રહ્યો છે, ત્યારે વૈશ્વિક કક્ષાએ ભારતની સ્થિતિ શું? 1 - image


India's stand about Artificial Intelligence: પૃથ્વી પર સૌથી બુદ્ધિમાન વ્યક્તિ મનુષ્ય છે. તેમજ માણસ કોઈપણ કામ વિચાર-વિમર્શ કરીને કરતો હોય છે. જો આ જ રીતે કોઈ મશીન કામ કરે તો તેને AI કહેવામાં આવે છે. હાલ પૂરા વિશ્વમાં AI ધૂમ મચાવી રહ્યું છે. AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પણ હાલના જમાનામાં લોકો માટે ગૂગલ જેટલું જ મહત્ત્વનું બની ગયું છે. તેમજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઘણા ખરા ટૂલ્સ પણ લોકો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઇ રહ્યા છે. 

ભારતમાં એઆઈનો ઉપયોગ

વર્તમાન સમયમાં બાળકો પણ એઆઈ ટૂલનો ઉપયોગ પોતાનું હોમવર્ક કરવા માટે કરે છે. તેમજ ભારતની પહેલી એઆઈ ટીચર પણ ચર્ચાનો વિષય બની છે. કેરળની એક સ્કૂલમાં હવે બાળકોને કોઈ મનુષ્યની જેમ સાડી પહેરેલી એઆઈ રોબોટ ટીચર ભણાવી રહી છે. આ સિવાય કૃષિથી લઈને દેશની સુરક્ષા સુધી દરેક જગ્યાએ કોઈને કોઈ રીતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે પોતાનું સ્થાન બનાવી લીધું છે. આવી સ્થિતિમાં જાણીએ કે આખું વિશ્વ જયારે એઆઈ પર નિર્ભર થઇ રહ્યું છે ત્યારે અન્ય સુપરપાવર કહી શકાય તેવા દેશોની તુલનામાં ભારતની સ્થિતિ શું છે? 

એઆઈ શું છે?

એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને સરળ શબ્દોમાં કહીએ તો, તે માનવની જેમ વિચારી શકે તેવી કૃત્રિમ રીતે વિકસિત બૌદ્ધિક ક્ષમતા છે. કોડિંગ દ્વારા, માણસોની જેમ મશીનોમાં બુદ્ધિ વિકસાવવામાં આવે છે જેથી તેઓ મનુષ્યની જેમ શીખી શકે, જાતે નિર્ણય લઈ શકે, કાર્યો જાતે કરી શકે અને એક સાથે અનેક કાર્યો પૂરા પણ કરી શકે છે.

ક્યાં ક્યાં ક્ષેત્રોમાં એઆઈનો ઉપયોગ 

તમામ ક્ષેત્રોમાં એઆઈની દખલગીરી ઝડપથી વધી રહી છે. જેથી માત્ર સોફ્ટવેર અને એપ્સનું કોડિંગ જ નહીં પરંતુ લેખન, ફોટોગ્રાફી, ફોટો અને ગ્રાફિક્સ ડિઝાઈનિંગ, એડિટિંગ, મેડિકલ, એજ્યુકેશન જેવા કામો મોટા પાયે સરળતાથી અને આંખના પલકારે શક્ય બન્યા છે. આ સાથે, રોડ-રેલ-એરક્રાફ્ટ ટ્રાન્સપોર્ટેશનમાં એઆઈનો ઉપયોગ ટ્રાફિક કંટ્રોલ, સ્માર્ટ કાર, સેલ્ફ-ડ્રાઈવિંગ કાર, વેક્યૂમ ક્લીનર્સ, પર્સનલ આસિસ્ટન્ટ રોબોટ્સ વગેરેના રૂપમાં પણ ઝડપથી વધ્યો છે.

એઆઈ લોકો માટે જરૂરી બનતું જાય છે 

હાલ દરેક ક્ષેત્રમાં એઆઈ ઉપયોગ વધતો જ જાય છે ત્યારે તેનું એક ઉદાહરણ કહી શક્ય તેવું ચેટ બોટ વિષે તો બધા જ માહિતગાર હશે જ. હાલ ચેટ બોટનો ઉપયોગ બેક થી લઈને ફૂડ ડીલીવરી એપ સુધી તમામ લોકો સરળ રીતે માહિતગાર કરવા માટે કરી રહ્યા છે. મોટા ભાગે આ સેવામાં લોકોને કોઈ પ્રશ્ન હોય તો તે પ્રશ્નના ઉકેલ માટે તમને વિકલ્પો આપવામાં આવે છે અને તમે જયારે એમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો છો તો આગળ અન્ય પ્રશ્નનું નિરાકરણ મળતું જાય છે. આ રીતે તમને તમારા પ્રશ્નોના જવાબ સરળ રીતે વિકલ્પ સિલેક્ટ કરીને મળી રહે છે. આ ચેટ બોક્સ દ્વારા જે ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે તે એઆઈ જ છે અને જો આ રીત તમને પસંદ નથી આવતી તો તમે કસ્ટમર કેર નંબર કે પછી ઑનલાઇન ગ્રાહક સપોર્ટ પણ મેળવી શકો છો. 

આ ઉપરાંત માત્ર શિક્ષણ, કૃષિ, કે બેંક જેવી સેવાઓમાં જ નહિ પરંતુ સરહદ પર સુરક્ષા બાબતે પણ એઆઈ ઉપયોગી બની રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં સિક્યુરિટી બાબતે એઆઈનો ઉપયોગ વધ્યો છે. એઆઈ સજ્જ કેમેરા, સરહદ પર શંકાસ્પદ વાહનોને શોધી કાઢે છે. તેમજ જો કોઈપણ પ્રકારની ગડબડ જોવા મળે તો તે પેટ્રોલ એજન્ટને એલર્ટ પણ કરી શકે છે.

આ દેશો સુરક્ષા બાબતે લઈ રહ્યા છે એઆઈની મદદ 

અમેરિકા, ચીન, બ્રિટન, ઈઝરાયેલ, કેનેડા, ભારત અને નાઈજીરિયા એમ સાત દેશો દ્વારા સરહદ સુરક્ષા બાબતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ દેશો એઆઈની મદદથી ગેરકાયદેરસર સ્થળાંતર રોકી રહ્યા છે.

એઆઈના ઉપયોગમાં ભારતનું સ્થાન શું?

એઆઈ ટેકનોલોજીના ઉપયોગ બાબતે જો વાત કરવામાં આવે તો ભારતમાં લગભગ 2000 જેટલા  એઆઈ સ્ટાર્ટ-અપ્સ છે. આ બાબતે એટલી ઝડપથી વિકાસ થઇ રહ્યો છે કે થોડા જ વર્ષોમાં ભારત સુપરપાવર તરીકે ઉભરી આવશે. હાલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગમાં ભારત દસમું સ્થાન ધરાવે છે. જયારે અમેરિકા અને ચીન એઆઈના ઉપયોગમાં સૌથી આગળ છે. આ દેશોમાં અભ્યાસ માટે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ ખોલવામાં આવી છે. આ ઉપરાંત સરકાર ઘણા પ્રકારના પ્રોત્સાહન પણ આપી રહી છે. ચીને વર્ષ 2017માં એવું લક્ષ્ય રાખ્યું હતું કે 2030 સુધીમાં લગભગ 150 બિલિયન ડોલરના ઉદ્યોગ સ્થાપિત થશે. 

એઆઈના ઉપયોગની બાબતમાં ભારતનું સ્થાન શું?

વર્ષ 2019 માં સંસ્થાકીય રીતે નીતિ આયોગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ કરવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના નેશનલ ઈ-ગવર્નન્સ ડિવિઝનના સમર્થનથી આ વર્ષે જૂન મહિનામાં NASSCOM નું નેશનલ એઆઈ પોર્ટલ લાઈવ થયું હતું. આ સિવાય એક ડેટા અનુસાર ભારતમાં વર્ષ 2018માં એઆઈ પરનો ખર્ચ 109.6 ટકા વધીને 665 મિલિયન ડોલર થયો છે. તેમજ જો પ્રાઇવેટ સેક્ટરમાં વાત કરીએ તો હાલમાં ગૂગલે ભારતમાં ડિજિટલાઇઝેશન માટે 10 બિલિયન ડોલરનું ફંડ આપ્યું છે. જ્યારે ફેસબુકે એક કંપનીમાં 5.7 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. તેમજ ભારતમાં હાલ 40 લાખથી વધુ સોફ્ટવેર ડેવલપર્સ છે, તેમજ આ વર્ષના અંત સુધીમાં અન્ય દેશોની સરખામણીમાં ભારત સૌથી વધુ સોફ્ટવેર ડેવલપર ધરાવતો દેશ બની જશે. 

કૃષિથી લઈને શિક્ષા સુધી દરેક ક્ષેત્રે AIનો ઉપયોગ વધી રહ્યો છે, ત્યારે વૈશ્વિક કક્ષાએ ભારતની સ્થિતિ શું? 2 - image


Google NewsGoogle News