કોલોરાડોમાં કોન્સર્ટ સ્થળે કામદારોએ UFO જોયું હોવાનો દાવો કર્યો છે

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
કોલોરાડોમાં કોન્સર્ટ સ્થળે કામદારોએ UFO જોયું હોવાનો દાવો કર્યો છે 1 - image


- નેશનલ UFO રીપોર્ટિંગ સેન્ટર (NUFORC) જણાવે છે

- કોલોરાડોનાં રેડ-રોક્સમાં કામદારોએ આકાશમાં રહસ્યમય ડીસ્ક જોઈ પરસ્પરનું ધ્યાન ખેંચ્યું : તે UFO હોવાનો સંભવ છે

- કહેવાય છે કે UFOs આગામી આપત્તિ સામે ચેતવવા પૃથ્વી પર આવે છે

રેડ રોક્સ (કોલેરાડો) : અમેરિકાનાં કોલોરાડો રાજ્યમાં રેડ-રોક્સમાં કોન્સ્ટર્સ માટે બંધાઈ રહેલાં એમ્ફી થિયેટરમાં કામ કરતા કામદારોએ યુએફઓ (અનઆઈડેન્ટીફાઈડ ફ્લાઇંગ ઓબ્જેક્ટસ) જેવું હોવાનો દાવો કર્યો છે.

યુએફઓ જોયા હોવાના અમેરિકામાં વારંવાર દાવા થઇ રહ્યા છે. આ મહિનાની પ્રારંભે જ કોલોરાડો રાજ્યનાં રેડરોક્સ શહેરમાં કોન્સર્ટ (સંગીત-મહોત્સવ) માટે બંધાઈ રહેલાં એમ્ફી થિયેટર માટે કામ કરતા કામદારોએ આકાશમાં એક રહસ્યમય ડીસ્ક જોઈ હોવાનો દાવો કર્યો છે. તેમ નેશનલ યુએફઓ રીપોર્ટિંગ સેન્ટર(NUFORC) એ જણાવ્યું હતું.

આ સંસ્થાને લૉ-એન્ફોર્સમેન્ટ, મિલિટરી, પાયલોટસ, અને બુદ્ધિજીવી નાગરિકો પણ વિશ્વસનીય ગણે છે. તા. ૫મી જૂનના દિવસે યુએફઓ કે યુએપી (અનઆઈડેન્ટિફાઈડ એરિયલ ફીનોનિન) દેખાવાની ઘટનાને સમર્થન આપે છે.

એનયુએફઓઆર કહે છે કે તે સ્થળે કામ કરતા કામદારોએ રાત્રીના ૧.૦૦ વાગે પાંચમી જૂને આ યુએફઓ જોયું હતું. એમ્ફી થિયેટરની ઉત્તરે કોઈ ધાતુનું બનેલું વાહન આકાશમાં જોવા મળ્યું હતું. ત્યારે મોરિસન રેડ રોક ખાતે કામદારોએ આ રહસ્યમય પદાર્થ આકાશમાં જોતાં એક કામદારે બીજાને કહ્યું ઃ હે ! આપણી ઉપર આ શું દેખાઈ રહ્યું છે ? તે સ્પેસ શિપ જેવું લાગે છે. ઘડીભર તો અમોએ તેમાં વિશ્વાસ ન બેઠો પરંતુ તે ઉપરથી પસાર થઇ રહ્યું હતું તે નિશ્ચિત છે. અમે પરસ્પરને પૂછતા હતા મેં જે જોયું તે તમે જોયું છે ? બધાનો હકારમાં ઉત્તર હતો.

તે વાહન ૩૦ સેકન્ડ અમારી ઉપર ઘૂમરી ખાતુ રહ્યું પછી પૂર્વ તરફ અત્યંત ઝપડતી ચાલ્યું ગયું. તેમ તે કામદારોએ કહ્યું હતું.

અમેરિકામાં આવી ૩,૩૨૦ ઘટનાઓ નોંધાઈ છે. તે પૈકી મોટા ભાગની તો અનઆઈડેન્ટીફાઇડ એરિયલ ફીનોમિન (યુએપી) હોવા સંભવે છે. આમ છતાં અમેરિકાની એક નોન-પ્રાફિઢ સંસ્થાના ડીરેકટર પીટર ડેવન પોર્ટે કહ્યું હતું કે ઘણાં સાધનોએ વ્યક્તિઓએ પાયલોટ્સે યુએફઓ જોયાનું કહ્યું છે. આ માહિતિઓ તદ્દન ખરી હોવા સંભવ છે. પરંતુ તે તારવી શકાતી નથી કે સમજાવી શકાય તેમ પણ નથી.

યુએફઓ અંગે મીસ્ટ્રી સીરીઝ દ્વારા પ્રસિદ્ધ કરાયેલાં પુસ્તક યુએફઓમાં જણાવ્યું છે કે યુએફઓ ઘણીવાર આપણને ચેતવવા આવે છે. યુએફઓ જ્યારે જ્યારે દેખાય છે ત્યારે ત્યારે તે પછી ભારે આપત્તિ આવે છે. ઇ.સ.પૂ. ૧,૫૦૦માં ઇજીપ્તમાં દેખાયાં હોવાથી ઘટના નોંધાઇ હતી ત્યારે ત્યાં એક ડાયનેસ્ટીનો અંત આવ્યો હતો. રોમમાં નીરોના સમયમાં યુએફઓ દેખાયાં હતાં. તે પછી રોમન સામ્રાજ્ય અંધાધૂંધીમાં અટવાઈ ગયું હતું.

ત્રીજાં વિશ્વ યુદ્ધના ભણકારા વાગે છે ત્યારે યુએફઓની પૃથ્વી મુલાકાત ઘણું બધું કહી જાય છે.


Google NewsGoogle News